NIFTY 10,141.15 -6.40  |  SENSEX 32,400.51 +-1.86  |  USD 64.2600 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ICJમાં કારમી પછડાટ બાદ છંછેડાયેલા પાકિસ્તાને ભારત પર મૂક્યો ખોટો આરોપ

ICJમાં કારમી પછડાટ બાદ છંછેડાયેલા પાકિસ્તાને ભારત પર મૂક્યો ખોટો આરોપ

 | 4:27 pm IST

કૂટનીતિક અને વ્યુહાત્મક મોરચાઓ પર ભારત તરફથી મળતી સતત હારથી છંછેડાયેલા પાકિસ્તાને હવે ભારત પર ખોટેખોટા આરોપ લગાવવાના શરૂ કરી દીધા છે. કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતના હાથે પછડાટ ખાધા બાદ પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારત ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ હેઠળ શાંતિપૂર્ણ હેતુ માટે મળેલા ન્યૂક્લિયર મટીરિયલનો ઉપયોગ હથિયારો બનાવવા માટે કરી રહ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીઝ ઝકારિયાએ કહ્યું કે સિવિલ ન્યૂક્લિયર ડીલ અને NSGની છૂટ અંતર્ગત આયાત કરવામાં આવેલા ન્યૂક્લિયર ફ્યુલ, ઈક્વિપ્મેન્ટ્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ ભારત દ્વારા અન્ય કાર્યોમાં ઉપયોગ થઈ રહ્યો હોવાના જોખમ અંગે પાકિસ્તાન સતત ચેતવતુ રહ્યું છે.

ઝકારિયાએ કહ્યું કે આ ચિંતાઓ નવી કે પાયાવિહોણી નથી. ભારત શાંતિપૂર્ણ હેતુના ઉપયોગની પ્રતિબદ્ધતા દર્શાવીને મળતા ન્યૂક્લિયર મટીરિયલનો ઉપયોગ પોતાના હથિયાર વિક્સિત કરવાના કાર્યક્રમમાં કરે છે. ભૂતકાળમાં અને હવે વર્તમાનમાં ભારત તરફથી ન્યૂક્લિયર મટીરિયલનો ખોટો ઉપયોગ પરમાણુ પ્રસાસ સંબંધિત ગંભીર મુદ્દો છે, કારણ કે તનો પાકિસ્તાનની નેશનલ સિક્યોરિટી અને દક્ષિણ એશિયાના વ્યુહાત્મ સંતુલન પર દૂરગામી અસર થાય છે.

ઝકારિયાએ મીડિયા રિપોર્ટ્સનો હવાલો આપતા કહ્યું કે દુનિયાનું ધ્યાન એ બાજુ નથી કે ભારતનો ન્યૂક્લિયર વેપન પ્રોગ્રામ દુનિયામાં સૌથી ઝડપથી વધી રહ્યો છે. હાર્વર્ડ કેનેડી સ્કૂલ તરફથી જારી કરવામાં આવેલા એક દસ્તાવેજનો હવાલો આપતા તેમણે કહ્યું કે માત્ર આ દસ્તાવેજમાં નહીં પરંતુ અન્ય રિપોર્ટમાં પણ ભારતને વિદેશથી મળી રહેલા ન્યૂક્લિયર મટીરિયલના અસુરક્ષિત ન્યૂક્લિયર રિએક્ટર્સમાં થનારા ઉપયોગ પર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝકારિયાએ અન્ય એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે ભારતે 2600 ન્યૂક્લિયર હથિયારોનું મટીરિયલ ભેગુ કર્યુ છે અને NSGના હદમાં આવતા દેશોની જવાબદારી છે કે તેઓ આ મુદ્દે ધ્યાન આપે.

પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતની એનએસજી સદસ્યતા ઉપર પણ સવાલ ઉઠાવ્યો. એ સાથે જ દાવો કર્યો કે અનેક આંતરરાષ્ટ્રીય ન્યૂક્લિયર એક્સપર્ટ, થિંક ટેન્ક ઉપરાંત મીડિયા રિપોર્ટસમાં ભારતીય ન્યૂક્લિયર પ્રોગ્રામમાં કથિત રીતે ટ્રાન્સપરન્સી અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માપદંડોમાં કમી અને ન્યૂક્લિયર મટીરિયલનો હથિયાર બનાવવામાં ઉપયોગ થવા અંગેની આશંકાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ઝકારિયાએ એવો પણ આરોપ લગાવ્યો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાશ્મીરમાં પોતાના યુનિટ્સ તૈનાત કરી રહ્યું છે. આ યુનિટ્સની દેખરેખ બિનકાશ્મીરી લોકોના હાથમાં છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં તેમની વધતી હાજરી કાશ્મીરીઓને ડરાવવા અને તેમને પોતાના માટે નિર્ણય લેવાના આંદોલનમાં જતા રોકવા માટે છે. ઝકારિયાએ આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તેઓ કાશ્મીરની સ્થિતિ પર ધ્યાન આપે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના આવા આરોપો એવા સમયે આવ્યાં છે જ્યારે કાશ્મીરમાં વધતી હિંસામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું સામે આવ્યું છે.