pakistan cannibal brothers who were ate more than 150 dead bodies
  • Home
  • Featured
  • પાકિસ્તાનનાં બે ખુંખાર આદમખોર ભાઈઓ, કબરમાંથી કાઢીને ખાઈ ગયા 150થી વધારે મડદાં

પાકિસ્તાનનાં બે ખુંખાર આદમખોર ભાઈઓ, કબરમાંથી કાઢીને ખાઈ ગયા 150થી વધારે મડદાં

 | 11:45 am IST

સિંહ અને વાઘ જેવા જાનવરોને પણ માણસો મારીને ખાય એમાં કંઈ નવાઈ ન લાગે. પરંતુ માણસ થઈને માણસનું માંસ ખાય તો થોડું અજીબ લાગે. પરંતુ પાકિસ્તાનમાં કેટલાક વર્ષો પહેલા આવું જ સાંભળવા અને જોવા મળ્યું હતું. અહીં બે એવા આદમખોર ભાઈઓ છે કે જે કબરમાંથી 150થી પણ વધારે મડદા કાઢીને ખાઈ ગયા હતા. આ બન્ને ભાઈનોના નામ મોહમ્મદ ફરમાન અલી અને મોહમ્મદ આરિફ અલી છે. આ બન્નેના લગ્ન પણ થઈ ચૂક્યા છે. પરંતુ હાલમાં તેની પત્નીઓ છોડીને જતી રહી છે. પત્નીઓનો આરોપ હતો કે બન્ને ભાઈઓ તેને ગાળો ભાંડતા હતા અને મારતા હતા.

2011માં પહેલી વાર ત્યારે બન્નેની ધરપકડ કરવામાં આવી કે જ્યારે પાસેના કબરખાનાંમાંથી એક મહિલાનું મડદું અચાનક ગાયબ થઈ ગયું. એ મહિલાનું નામ સાયરા પરવીન હતું. સાયરાના ઘરવાળા દફનાવી દીધાના બીજા દિવસે ફરીથી ગયા તો ખબર પડી કે અહીં મડદું તો નથી અને પછી પોલીસમાં ફરિયાદ લખાવી. પોલીસે તપાસ હાથ ધરી તો જાણવા મળ્યું કે, આ મડદું ગાયબ કરવામાં ફરમાન અલી અને આરિફ અલીનો હાથ છે. ઘરે જઈને જોયું તો ઘરની બહાર આ લાશ મળી.

આ લાશ જોઈને બધા ચોંકી ગયા. કારણ કે લાશના અંગ તૂટેલા હતા. ત્યારબાદ બન્નેની ધરપકડ કરવામાં આવી અને વધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે બંને ભાઈઓની પુછપરછ કરતાં આશ્ચર્યજનક બાબતો પ્રકાશમાં આવી હતી. તેણે જણાવ્યું હતું કે, અમે એવા જ મૃતદેહોને કબરમાંથી કાઢી લાવતા હતા કે જેને તાજેતરમાં દફનાવવામાં આવ્યા હોય. આ પછી બન્ને ભાઈઓ ભોજનની જેમ તેને ખાતા હતા. આગળ ભાઈઓએ વાત કરી કે, તેણે અત્યાર સુધીમાં 150થી વધુ મૃત શરીર ખાઈ લીધા.

બાદમાં બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં એક સમસ્યા ઉભી થઈ, કારણ કે પાકિસ્તાનમાં આવા કૃત્યો માટે આરોપીને સજા કરવાની કોઈ જોગવાઈ નહોતી. તેથી બંનેને કબર સાથે છેડછાડ કરવાના ગુનામાં કલમો હેઠળ કેસ ચલાવવામાં આવ્યો. કોર્ટે બંનેને બે-બે વર્ષની સજા અને દરેકને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બંનેને મિયાંવાલી ડિસ્ટ્રિક્ટ જેલમાં રાખવામાં આવ્યા હતા. જો કે તે જેલ કરતાં વધારે હોસ્પિટલમાં રહ્યા હતા. કારણ કે તેની માનસિક સારવાર કરવામાં આવી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન