Pakistan Ceasefire violation in J&K Poonch, On Pulwama Attack
  • Home
  • Featured
  • નહીં સુધરે પાકિસ્તાન! પુલવામા હુમલાની વરસી પર ફરી કરી આ નાપાક હરકત

નહીં સુધરે પાકિસ્તાન! પુલવામા હુમલાની વરસી પર ફરી કરી આ નાપાક હરકત

 | 5:12 pm IST

પાકિસ્તાને એકવાર ફરી નાપાક હરકત કરી છે. પાક રેંજર્સે પૂંછ સેક્ટરમાં તાબડતોડ ફાયરિંગ કરી. સરહદ પારથી થયેલ કાર્યવાહી પર ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ પાક ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. પુલવામા આતંકી હુમલાની વરસી પર આ પ્રકારની કાર્યવાહી થતા બંને દેશો વચ્ચે તંગદિલી વધુ વધી શકે છે.

આપને જણાવી દઈએ કે એક વર્ષ પહેલા આજના દિવસે કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોની એક બસ પર આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારે હવે એક વર્ષ પછી નાપાક પાકિસ્તાન દ્વારા ફરી કાયરતા પૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા આઠ ફેબ્રુઆરીએ પણ પાકિસ્તાને સંઘર્ષ વિરામ(સીઝફાયર) નું ઉલ્લંઘન કરતા ગોળાબાર કર્યો હતો. જેમાં એક ભારતીય જવાને જીવ ગુમાવ્યો હતો. જો કે, ભારતીય સેનાએ અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. એક ન્યૂજ ચેનલે ગોળીબાર બાદ ધુમાળો નીકળતા વિઝ્યુઅલ દેખાડ્યા છે.

પાકિસ્તાનની આ હરકત બાદ બંને દેશો વચ્ચે તંગદિલી વધુ વધી શકે છે. તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયબ એર્દોગાન ઇસ્લામાબાદના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે કાશ્મીર મુદ્દે દખલગીરી કરતા કોઈ પણ શરત વિના પાકિસ્તાનનું સમર્થન કરવાની વાત કહી છે. જ્યારે આ પહેલા પાકિસ્તાને પણ કહ્યું હતું કે ભારત આગામી દિવસોમાં કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે.

આ વીડિયો પણ જુઓ: પ્રખ્યાત બૅન્ડ સ્વરાગ સાથે સંદેશ ન્યૂઝે કરી ખાસ મુલાકાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન