Indian Plane Saved Because Of Help Of Pakistan Civil Aviation
  • Home
  • Featured
  • ભારતીય વિમાન પર 36 હજાર ફૂટની ઊંચાઈએ પડી વીજળી, પાકિસ્તાને કર્યું એવું કે નહીં આવે વિશ્વાસ

ભારતીય વિમાન પર 36 હજાર ફૂટની ઊંચાઈએ પડી વીજળી, પાકિસ્તાને કર્યું એવું કે નહીં આવે વિશ્વાસ

 | 4:31 pm IST

ભલે ભારત અને પાકિસ્તાનની વચ્ચે અત્યારે માહોલ ગરમ હોય, પરંતુ માનવતાને જોતા હજુ પણ બંને દેશો વચ્ચે ઘણું બધું એવું છે જે સંબંધો સારા કરી શકે છે. થોડાક દિવસો પહેલા આવી જ એક ઘટના કરાચીમાં જોવા મળી. પાકિસ્તાન સિવિલ એવિએશન ઑથોરિટીનાં એક એર ટ્રાફિક કંટ્રોલરે ભારતનાં પાયલટને ચેતવણી આપીને વિમાન ક્રેશ થવાથી બચાવી લીધું.

ભારતનું એક વિમાન જયપુરથી ઓમાનની રાજધાની મસ્કટ જવા માટે ઉપડ્યું. પાકિસ્તાન સિવિલ એવિએશન સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે દક્ષિણ સિંધ વિસ્તારનાં ચોર વિસ્તારમાં વિમાનનો સામનો ખરાબ હવામાન સાથે થયો. વિમાનમાં લગભગ 150 મુસાફરો હતા. વિમાન ગુરૂવારનાં કરાચી ક્ષેત્ર ઉપરથી ઉડાન ભરી રહ્યું હતુ, ત્યારે વિમાન આકાશીય વીજળીની લપેટમાં આવી ગયું અને તે સમયે લગભગ 36,000 ફૂટની ઊંચાઈથી પડીને 34, 000 ફૂટની ઊંચાઈ પર આવી ગયું. આ કારણે પાયલટે ઇમરજન્સી પ્રોટોકોલ જાહેર કર્યો અને નજીકનાં સ્ટેશનોને ‘ખતરા’ની સૂચના આપી.

પાકિસ્તાનનાં સિવિલ એવિએશન ઑથોરિટીએ પાયલટની ચેતવણી પર તરત જ પ્રતિક્રિયા આપી અને તેના કારણે અકસ્માત ટળી ગયો. આ વર્ષે ભારત સાથેનાં કડવા સંબંધોને લઇને લગભગ 5 મહીના પ્રતિબંધ બાદ 16 જુલાઈનાં પોતાનું હવાઈ ક્ષેત્ર ભારત માટે ખોલી દીધું હતુ.

બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને 26 ફેબ્રુઆરીનાં પોતાના હવાઈક્ષેત્રનો ઉપયોગ કરવાની ના કહી દીધી હતી. 5 ઑગષ્ટનાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવામાં આવ્યા બાદ અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દેવાના ભારતનાં નિર્ણય બાદ પાકિસ્તાને પોતાના રાજદ્વારી સંબંધો ભારત સાથે ઘટાડી દીધા છે.

આ વિડીયો પણ જુઓ: ગોવામાં ટ્રેનિંગ દરમિયાન MIG 29K ક્રેશ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન