Pakistan claims to stop Indian submarine, video released
  • Home
  • Featured
  • પાકિસ્તાને ભારતીય સબમરીનને રોકવાનો કર્યો દાવો, વીડિયો કર્યો શેર

પાકિસ્તાને ભારતીય સબમરીનને રોકવાનો કર્યો દાવો, વીડિયો કર્યો શેર

 | 9:14 pm IST
  • Share

  • પાકિસ્તાને ભારતીય નૌસેના પર લગાવ્યા અનેક આરોપ
  • ભારતમાં પાકિસ્તાન સામેની મેચ રદ કરવા માગ

એક તરફ પાકિસ્તાની સમર્થક આતંકી સતત કાશ્મીરમાં સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે તો બીજી તરફ ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ યોજાવાની છે. જેને લઈને પણ દેશમાં રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ પાકિસ્તાની નૌસેનાએ એક વીડિયો શેર કરીને કહ્યું છે કે, ભારતની એક શબમરીને પાકિસ્તાનના વિસ્તારમાં પ્રવેશવાની કોશીશ કરી છે. પાકિસ્તાનનો દાવો છે કે, તેમની નૌસેનાએ ન માત્ર ભારતની શબમરીનને ઓળખી લીધી પરંતુ તેને ડિટેક્ટ કરીને તેનો રસ્તો પણ રોક્યો.

ઈન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સે કહ્યું કે, પાકિસ્તાની નૌસેનાએ ભારતીય નૌસેનાની શબમરીનને તેના વિસ્તારમાં આવતા રોકી. પાકિસ્તાની સેનાના મીડિયા વિંગ દ્વારા જારી એક નિવેદન અનુસાર ભારતીય શબમરીને 16 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનના જળક્ષેત્રમાં પ્રવેશવાની કોશિશ કરી હતી, પરંતુ પાકિસ્તાની નૌસેનાએ આ મામલાની પહેલાથી જ જાણ થઈ ગઈ હતી અને ભારતની શબમરીનને ટ્રેક કરી લીધી હતી. આ નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, આ આવી રીતની ત્રીજી ઘટના છે, જ્યારે પાકિસ્તાની નૌસેનાના લાંબી રેંજના દરિયાઇ પેટ્રોલિંગ વિમાનની મદદથી ભારતીય શબમરીનને ટ્રેક કરી લીધી હોય.

પાકિસ્તાની મીડિયાએ કર્યા અનેક દાવા

પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે માર્ચ 2019માં પણ પાકિસ્તાની નૌસેનાએ એક ભારતીય શબમરીનને આ રીતે જ ડિટેક્ટ કરી હતી અને તેઓ ઈચ્છત તો તે શબમરીનને સરળતાથી નષ્ટ કરી શકત પરંતુ તે શાંતિનો મોકો આપવા માગતા હતા. આ ઉપરાંત નવેમ્બર 2016માં પણ ભારતીય શબમરીને પાકિસ્તાનના વિસ્તારમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી પરંતુ પાકિસ્તાની નૌસેનાએ તે સમયે પણ તેને ડિટેક્ટ કરી લીધી હતી.

ભારતની નૌસેના તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી

સંયુક્ત રાષ્ટ્ર કન્વેંશનના દરિયાઈ કાયદા પ્રમાણે કોઈપણ દેશના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં કોઈ પણ બીજો દેશ પૂર્વ જાણકારી વગર કોઈપણ પ્રકારની ગતિવિધિને અંજામ ન આપી શકે. સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં દરિયાના કાંઠાના દેશોને બધા પ્રાકૃતિક સંસાધનોની શોધ,ઉપયોગ,સંરક્ષણ અને પ્રબંધનનો અધિકાર હોય છે. જો કે આ મામલે ભારતની નૌસેના તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જો કે ભારતીય સૂત્રોએ પાકિસ્તાનના આ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો