NIFTY 10,303.15 -47.00  |  SENSEX 33,218.81 +-151.95  |  USD 64.9500 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Main News
  • આખરે પાકિસ્તાને કોર્ટમાં સ્વીકાર્યું, કહ્યું- હાફિઝ આતંકી ગતિવિધિઓમાં સામેલ

આખરે પાકિસ્તાને કોર્ટમાં સ્વીકાર્યું, કહ્યું- હાફિઝ આતંકી ગતિવિધિઓમાં સામેલ

 | 10:48 am IST

પાકિસ્તાનના ગૃહમંત્રાલયે લાહોર હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કરીને સ્વીકાર્યું છે કે હાફિઝ સઈદ આતંકી ગતિવિધિઓ સાથે જોડાયેલો છે. વાત જાણે એમ છે કે જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદે કોર્ટમાં એમ કહીને અરજી દાખલ કરી હતી કે અનેક મહિનાઓથી ગેરકાયદેસર રીતે તેની અટકાયત થઈ છે. અરજીના જવાબમાં પાકિસ્તાન ગૃહમંત્રાલયે સ્વીકાર્યું કે હાફિઝની આતંકી ગતિવિધિઓ સાથે લિંક છે.

પોતાના પત્રમાં ગૃહમંત્રાલયે કહ્યું કે સઈદની એન્ટી ટેરેરિઝમ એક્ટ હેઠળ અટકાયત થઈ છે. હાફિઝ પર પાકિસ્તાનમાં પણ અશાંતિ ફેલાવવાનો આરોપ છે. મંત્રાલયે એ પણ સ્વીકાર્યું છે કે જમાત ઉદ દાવા આતંકી ગતિવિધિઓમાં સામેલ રહ્યું છે તે બાબત પર ભરોસો કરવાના તેમની પાસે કારણ પણ છે.

PAPER

આ પત્રને પાકિસ્તાનના સ્વીકારનામા તરીકે જોવામાં આવી રહ્યો છે. જેમાં પાકિસ્તાન હાફિઝ આતંકી હોવાની વાત સ્વીકારી રહ્યું છે. સરકારે પાકિસ્તાનમાં થયેલા વિસ્ફોટો બાદ 30 જાન્યુઆરીએ સઈદ સહિત જેયુડી અને એફઆઈએફના પાંચ નેતાઓને એન્ટી ટેરેરિઝમ એક્ટ હેઠળ ધરપકડ ક રી હતી. સઈદ પર અમેરિકાએ આતંકી ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે 10 મિલિયન ડોલર (64 કરોડ) રૂપિયાનું ઈનામ પણ રાખેલુ છે.