Pakistan Could Continued To Be In FATF Grey List
  • Home
  • Featured
  • એક કિલો ઘઉંના લોટ માટે તરસતુ પાકિસ્તાન બનશે દેવાળિયું! થઈ શકે છે મોટી કાર્યવાહી

એક કિલો ઘઉંના લોટ માટે તરસતુ પાકિસ્તાન બનશે દેવાળિયું! થઈ શકે છે મોટી કાર્યવાહી

 | 7:31 pm IST

એન્ટી ટેરર ફાઇનાન્સિંગ મૉનિટરિંગ ગ્રુપ (Anti Terror Financing Monitoring Group) તરફથી આપેલા એક્શન પ્લાન(Action Plan)ને પૂર્ણ કરવામાં એકવાર ફરી અસફળ રહેલી પાકિસ્તાનની ઇમરાન ખાન (Imran Khan) સરકાર ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફૉર્સની (FATF)ગ્રે લિસ્ટમાં જ રહી શકે છે. પાકિસ્તાન એફએટીએફની 6 પ્રમુખ જવાબદારીઓને પૂર્ણ કરવામાં અસફળ રહ્યું છે. આ લિસ્ટમાં ભારતના 2 સૌથી મોટા આંતકવાદી મૌલાના મસૂદ અઝહર અને હાફિઝ સઈદની વિરુદ્ધ કાર્યવાહી પણ સામેલ છે.

એફએટીએફના સબ ગ્રુપની 21થી 23 ઑક્ટોબરની બેઠક

અધિકારીઓનું કહેવું છે કે એફએટીએફની સત્તાવાર યાદીથી 4 હજારથી વધારે આતંકવાદીઓના અચાનક ગાયબ થવાથી ગ્લોબલ મની લૉન્ડ્રિંગ (Global Money Laundering) અને ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ મૉનિટરિંગની ‘ગ્રે લિસ્ટ’ (Grey List)માં પાકિસ્તાન બનેલું રહે તેવી સંભાવના વધી શકે છે. જો કે આના પર આખરે નિર્ણય એફએટીએફના સબ ગ્રુપની 21થી 23 ઑક્ટોબરની બેઠક છે, જેમાં વૈશ્વિક મની લૉન્ડ્રિંગ અને આતંકવાદને ફાઇનાન્સિંગ જેવા મુદ્દા પર થનારી વાતચીતમાં લેવામાં આવશે. એફએટીએફે પાકિસ્તાનને આતંકની ફાઇનાન્સિંગની સંપૂર્ણ રીતે તપાસ માટે કુલ 27 કાર્ય યોજનાની જવાબદારી આપી હતી, જેમાંથી અત્યાર સુધી આ 21ને મંજૂરી આપવામાં આવી ચુકી છે, પરંતુ કેટલાક પ્રમુખ કાર્યોમાં નિષ્ફળ રહી છે.

4 હજારથી વધારે આતંકવાદીઓના નામ અચાનક ગાયબ

જેમાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે તેમાં જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ અઝહર, લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક સીડ અને સંગઠનના ઑપરેશનલ કમાન્ડર ઝહૂર રહમાન લખવી જેવા તમામ સંયુક્ત રાષ્ટ્ર નામી આતંકવાદીઓની વિરુદ્ધ કાર્યવાહી સામેલ છે. એક અધિકારીએ કહ્યું કે, એફએટીએફે આ તથ્ય પર ભાર આપ્યો છે કે તેના એન્ટી ટેરરિઝ્મ એક્ટની યાદી IV અંતર્ગત 7,600ની મૂળ યાદીથી 4 હજારથી વધારે આતંકવાદીઓના નામ અચાનક ગાયબ થઈ ગયા હતા. આ પરિસ્થિતિમાં આ લગભગ નક્કી છે કે પાકિસ્તાન FATF ગ્રે યાદીમાં જ રહેશે.

પાકિસ્તાનને અત્યારે ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવી શકે છે

અધિકારીઓએ જણવાવ્યું કે, દુનિયાના 4 મોટા દેશ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પણ ઇસ્લામાબાદની પોતાની ધરતી પર સક્રિય આતંકવાદી ગ્રુપની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતાથી સંતુષ્ટ નથી. આ કારણે પાકિસ્તાનને અત્યારે ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવી શકે છે.

આ વિડીયો પણ જુઓ: મોરબી નગરપાલિકા કોંગ્રેસમાં ભંગાણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન