Pakistan could lose in a conventional war with India : Imran Khan
  • Home
  • Featured
  • ભારતના સૈન્યની તાકાતથી ઈમરાન ખાનની હવા નિકળી ગઈ, જાહેરમાં કર્યો સ્વિકાર

ભારતના સૈન્યની તાકાતથી ઈમરાન ખાનની હવા નિકળી ગઈ, જાહેરમાં કર્યો સ્વિકાર

 | 11:34 am IST

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ફરી એકવાર ભારત સાથે યુદ્ધ કરવાની રીતસરની તીવ્ર ઝંખના ઉપડી હોય તેવુ પ્રતિત થઈ રહ્યું છે. અગાઉ પરમાણું યુદ્ધની ધમકી આપી ચુકેલા ઈમરાન ખાને હવે ભારત સામે છેલ્લે સુધી પડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. જોકે પાકિસ્તાન ભારત સામે યુદ્ધમાં હારી શકે છે તે વાતનો સ્વિકાર પણ કર્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક વાર ફરી ભારત સાથે યુદ્ધની વાત કરી છે. જોકે આ વખતે ઈમરાને ભારત સાથેના પારંપારિક યુદ્ધમાં પાકિસ્તાનને હારી મળી શકે છે તે વાતનો સ્વીકાર કર્યો છે. ઈમરાને બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ થવાની શકયતા હોવાની વાતનો ઈશારો કર્યો હતો.

ઈમરાન ખાને કહ્યું કે, જો કોઈ દેશ પારંપારિક યુદ્ધમાં હારવા લાગે છે તો તેની પાસે બે વિકલ્પ હોય છે, એક તો તે સરન્ડર કરે અથવા તો પછી અંત સુધી આઝાદીની લડાઈ. પાકિસ્તાની છેલ્લે સુધી લડાઈ લડે છે, આ કારણે જયારે પરમાણુ શક્તિથી સંપન્ન દેશ લડશે તો તેના પોતાના પરિણામો હશે.

કતારના એક જાણીતા મીડિયા ગ્રુપ સાથેની વાતચીમાં ઈમરાને પોતે શાંતિપ્રિય હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે તે પહેલેથી જ યુદ્ધ વિરોધી વલણ ધરાવે છે. મારા માનવું છે કે યુદ્ધથી કોઈ સમસ્યાનો અંત આવતો નથી. પછી તે વિયેતનામની લડાઈ હોય કે પછી ઈરાકની. યુદ્ધના કારણે કેટલીક અન્ય મુશ્કેલીઓ જરૂરી ઉભી થઈ છે, જે એ મુશ્કેલીઓ કરતા પણ વધુ છે જેના કારણે યુદ્ધ થયું હતું. અગાઉ ભારત વિરૂદ્ધ પરમાણું યુદ્ધની ધમકી આપનારા ઈમરાન ખાને હવે કહ્યું છે કે, પાકિસ્તાન કયારે પણ પરમાણુ યુદ્ધ શરૂ કરશે નહી. સાથે જ તેમણે એવો પણ સ્વિકાર કરી લીધો છે કે, ભારત સામેના યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય નિશ્ચિત છે.

આ વીડિયો પણ જુઓ : ગાંધીનગરમાં સિરિયલ કિલર કેસનો ભેદ ઉકેલાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન