Pakistan Cricketer Shahid Afridi again give statement on India
  • Home
  • Sports
  • Cricket
  • વિવાદિત નિવેદનો માટે જાણીતો પાક. પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીએ કહ્યું- ભલે ભારત હોય હું…

વિવાદિત નિવેદનો માટે જાણીતો પાક. પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીએ કહ્યું- ભલે ભારત હોય હું…

 | 9:10 pm IST

પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી ભારત અને કાશ્મીર પર વિવાદિત નિવેદન આપી સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે એકવાર ફરી આફ્રિદીએ ભારતનું નામ લઈ નિવેદન આપ્યું છે. તાજેતરમાં આફ્રિદીએ કહ્યું કે તે પોતાના વિચારો વ્યક્ત કરવામાં ક્યારેય પાછળ નથી પડતો. શાહિદ આફ્રિદી તેની ‘બડબડાટ’ ને કારણે સોશિયલ મીડિયા પર ભારતના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન અને હાલના સાંસદ ગૌતમ ગંભીરના નિશાને આવતો રહે છે.

મીડિયા રિપોર્ટ મુજબ આફ્રિદીએ હાલમાં કાશ્મીરને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેના પછી કેટલાય ભારતીય ક્રિકેટરોએ તેણે જડબાતોડ જવાબ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને હરભજન સિંહે પણ કહ્યું હતું કે આફ્રિદી સાથે તેઓ કોઈ સંપર્ક નહીં રાખે. ત્યારે હવે રિપોર્ટ પ્રમાણે ક્રિકેટ પાકિસ્તાને આફ્રિદીના હવાલાથી લખ્યું કે,‘દરેક વ્યક્તિએ સાચું બોલવું જોઈએ. હું માનું છું કે માનવતા દરેક વસ્તુથી ઉપર છે. તેથી હું મારા વિચાર રજૂ કરવાથી ક્યારેય પાછળ હટતો નથી. ભલે પછી આમાં ભારત શામેલ કેમ ન હોય.’

આપને જણાવી દઈએ કે ભારત અને જમ્મુ કાશ્મીર અંગે વિવાદિત નિવેદનો આપનાર આફ્રિદી થોડા સમય પહેલા જ કોરોના વાયરસની બિમારીથી સાજો થયો છે. આફ્રિદી પણ કોરોનાની ચપેટમાં આવ્યો હતો. જેની માહિતી તેણે સોશિયલ મીડિયા થકી તેના ફેન્સને આપી હતી.

આ વીડિયો પણ જુઓ: ધાર્મિક અને ઐતિહાસિક નગર હવે સનાતન ધર્મનું મુખ્ય તીર્થસ્થાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન