Pakistan Decided To Let PM Modi's Aircraft To Fly Over Its Airspace
  • Home
  • Featured
  • PM મોદી માટે પાક. PM ઇમરાન ખાને લીધો મોટો નિર્ણય, ફટાક કરતાં આના માટે પાડી દીધી હા

PM મોદી માટે પાક. PM ઇમરાન ખાને લીધો મોટો નિર્ણય, ફટાક કરતાં આના માટે પાડી દીધી હા

 | 8:38 am IST

પાકિસ્તાને કિર્ગિસ્તાનના બિશ્કેક જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પોતાના હવાઇ ક્ષેત્રમાં ઉડાન ભરવાની મંજૂરી આપી દીધી છે. પીએમ મોદી 13-14 જૂનના રોજ એસસીઓ સંમેલનમાં ભાગ લેવા બિશ્કેક જઇ રહ્યા છે. એક અધિકારી એ સોમવારના રોજ કહ્યું કે પાકિસ્તાન પીએમ ઇમરાન ખાને ભારત સરકારના અનુરોધને સ્વીકારતા પીએમ મોદીના વિમાનને પોતાના હવાઇ ક્ષેત્રમાં ઉડાન ભરવાની મંજૂરી આપી દીધી છે.

શાંઘાઇ સહયોગ સંગઠન (SCO)ની 13-14 જૂનના રોજ યોજાનાર બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ ભાગ લેવાના છે. બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શિબિર પર ભારતીય વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાને 26મી ફેબ્રુઆરીના રોજ પોતાના હવાઇ ક્ષેત્રને સંપૂર્ણપણે બંધ કરી દીધા હતા. ત્યારબાદથી પાકિસ્તાને 11માંથી માત્ર બે રસ્તા જ ખોલી રાખ્યા છે, જે દક્ષિણ પાકિસ્તાનની ઉપર થઇને પસાર થાય છે.

ભારતે પાકિસ્તાનને અનુરોધ કર્યો હતો કે તેઓ કિર્ગિસ્તાનના બિશ્કેક જવા માટે વડાપ્રધાન મોદીના વિમાનને પોતાની હવાઇક્ષેત્રમાંથી પસાર થવાની મંજૂરી આપે. એક અધિકારીએ તેની પુષ્ટિ કરી કે ઇમરાન ખાન સરકારે બિશ્કેક માટે વડાપ્રધાન મોદીના વિમાનને પાકિસ્તાનના હવાઇ ક્ષેત્રમાંથી પસાર થવાની મંજૂરી આપવાના ભારત સરકારના અનુરોધનો સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરી લીધો છે.

અધિકારીએ કહ્યું કે ઔપચારિકતાઓ પૂરી થયા બાદ ભારત સરકારને નિર્ણયની જાણ કરી દેવાશે. સાથો સાથ તેમણે કહ્યું કે પાકિસ્તાનને આશા છે કે ભારત શાંતિ વાર્તા કરવાની તેમની રજૂઆતનો સ્વીકાર કરશે.

ઉલ્લેખનીય છેકે 26મી ફેબ્રુઆરીના રોજ બાલાકોટમાં આતંકી શિબિર પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને પોતાની હવાઇ સીમાને સીલ કરી દીધી હતી. ત્યારબાદથી અત્યાર સુધીમં કુલ 11માંથી 2 રૂટ ખોલવામાં આવ્યા છે, જે દક્ષિણ પાકિસ્તાનથી થઇને જાય છે. બાકીના રૂટ પંજાબ અને સિંધની સીમાઓમાં પડે છે, જેને હજુ સુધી ખોલવામાં આવ્યા નથી. તેને ખોલવા પર 14મી જૂનના રોજ સમીક્ષા થશે.

આપને જણાવી દઇએ કે આની પહેલાં 21મી મેના રોજ પાકિસ્તાને ભારતના તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના વિમાનને પોતાની હવાઇ સીમામાંથી ઉડાન ભરવાની મંજૂરી આપી દીધી હતી. સુષ્મા સ્વરાજને કિર્ગિસ્તાનમાં એસસીઓના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા જવાના હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન