નથી થઈ સર્જિકલ સ્ટ્રાઈક, થશે તો ભારતની હાલત કરી નાખીશું ટાઈટ - Sandesh
  • Home
  • World
  • નથી થઈ સર્જિકલ સ્ટ્રાઈક, થશે તો ભારતની હાલત કરી નાખીશું ટાઈટ

નથી થઈ સર્જિકલ સ્ટ્રાઈક, થશે તો ભારતની હાલત કરી નાખીશું ટાઈટ

 | 3:06 pm IST

પાકિસ્તાની સેનાએ આજે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી સર્જિકલ સ્ટ્રાઈક કરી જ નથી. પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર ગત રાતે બંને દેશોની સેના વચ્ચે સામસામો ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં પાકિસ્તાનના બે સૈનિકો મૃત્યુ પામ્યા હતાં.

બીજીબાજુ પાકિસ્તાનની ગુપ્તચર એન્જસી ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)એ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત જાણીબુઝીને આ અંગેનો ભ્રમ ફેલાવી રહ્યું છે. જો ભારત પાકિસ્તાનની ભૂમિમાં સર્જિકલ સ્ટ્રાઈક કરશે તો તેને આકરો જવાબ આપવામાં આવશે.

ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓના લોંચ પેડ પર હુમલો રી અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે તેવા ભારતની સેનાના નિવેદન પછી પાકિસ્તાની સેનાએ આ મુજબનું નિવેદન પ્રસિદ્ધ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન