પાકિસ્તાન બનાવી રહ્યું છે નવા પરમાણુ હથિયાર: અમેરિકન ઇન્ટેલિજન્સની ભારતને ચેતવણી - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • પાકિસ્તાન બનાવી રહ્યું છે નવા પરમાણુ હથિયાર: અમેરિકન ઇન્ટેલિજન્સની ભારતને ચેતવણી

પાકિસ્તાન બનાવી રહ્યું છે નવા પરમાણુ હથિયાર: અમેરિકન ઇન્ટેલિજન્સની ભારતને ચેતવણી

 | 10:08 am IST

અમેરિકા પાકિસ્તાનના ઇરાદાઓને લઇને ભારતને ચેતવણી આપી દીધી છે. અમેરિકન ઇન્ટેલિજન્સે જણાવ્યું છે કે પાકિસ્તાન નવા પ્રકારના એટમી હથિયારો બનાવી રહ્યું છે. તેમાં શોર્ટ રેન્જના પરમાણું હથિયારો પણ સામેલ છે. જે ચોક્કસ ભારત પર નિશાન સાંધવા માટે જ છે. આ પરમાણું હથિયારોમાં સી ફ્લીટ ક્રૂઝ મિસાઇલ, હવામાંથી છોડાતી ક્રૂઝ મિસાઇલ, અને લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલો સામેલ છે.

નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેકટર ડેન કોટ્સે સાસંદોને આ વાત ત્યારે કહી જ્યારે 10 ફેબ્રુઆરીએ કાશ્મીરના સુંજવાં આર્મી કેમ્પ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 6 જવાન શહીદ થઈ ગયા છે. આ નવા પ્રકારનાં હથિયારોથી ક્ષેત્રમાં સિક્યોરિટીને લઈને ખતરો વધી રહ્યો છે. સાથે જ તેનાથી હથિયારોની હોડ પણ વધશે.

કોટ્સે કહ્યું કે અમેરિકન હિતોની વિરૂદ્ધ પાકિસ્તાની સમર્થનવાળા આ આતંકી સંગઠન પાકિસ્તાનમાં સુરક્ષિત આશરો લઇને ભારત અને અફઘાનિસ્તાનની વિરૂદ્ધ હુમલા કરશે.

અમેરિકન ઇન્ટેલિજન્સના પ્રમુખ કોટ્સે ભારત અને ચીનની વચ્ચે પણ તણાવ ચાલુ રહેવાની આશંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ભારત અને ચીનની વચ્ચે સંબંધ તણાવપૂર્ણ રહેશે. પૂર્વ એશિયામાં ચીન પોતાની સક્રિય વિદેશ નીતિ લાગૂ કરવાનો ઉદ્દેશ રહેશે. દક્ષિણ ચીન સાગરને લઇ ચીનના સંબંધ તાઇવા કરતાં પણ વધુ ખરાબ હશે.

અમેરિકન ગુપ્તચર વિભાગનો રિપોર્ટ ઇશારો કરે છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધ આવનારા દિવસોમાં પણ સુધરશે નહીં. સુંજવાન આર્મી કેમ્પમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યં હતું કે પાકિસ્તાનને આ હરકતોની કિંમત ચૂકવવી પડશે.

તેના જવાબમાં પાકિસ્તાની રક્ષા મંત્રી ખુર્રમ દસ્તગીર ખાને કહ્યું કે ઇસ્લામાબાદ કોઇપણ દુસાહસ પર ભારતને તેની ભાષામાં જવાબ આપશે. ખાને કહ્યું કે કોઇપણ પ્રકારના તથ્યોને પ્રમાણિત કર્યા વગર તરત જ પાકિસ્તાન પર આરોપ મૂકવાની જગ્યાએ ભારતે પાકિસ્તાનની વિરૂદ્ધ સરકાર જાસૂસી કરવા પર જવાબ આપવો જોઇએ.