pakistan economy crores tons gold copper mines army intervene
  • Home
  • Business
  • બરબાદીના આરે ઉભેલા પાકિસ્તાનને આ અબજો ટન સોનાનો ભંડાર શું કરી દેશે માલામાલ!

બરબાદીના આરે ઉભેલા પાકિસ્તાનને આ અબજો ટન સોનાનો ભંડાર શું કરી દેશે માલામાલ!

 | 2:55 pm IST

પાકિસ્તાન સરકાર અબજો ડોલરની સંપત્તિ સાથે સોના અને તાંબાની ખાણમાંથી કેટલીક સહાય મેળવવાની આશા રાખી બેઠી છે. ઘણી વિદેશી કંપનીઓ આ ખાણોમાંથી સોનું-તાંબું કાઢવા માટે અબજોનો પ્રોજેક્ટ્સ લેવા લાઇનમાં લાગી છે. પરંતુ પાકિસ્તાની સેના પોતાની એક કંપની દ્વારા આ કામ હાથ ધરવા માંગે છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાનની સેના હવે વેપારમાં ખલેલ પાડી રહી છે. આ ખાણમાં આશરે 5 કરોડ ટન ખનિજ ભંડાર છે.

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત, રેકો દિક ખાણ વિશ્વની સૌથી મોટી સોના અને તાંબાની ખાણમાંથી એક છે. નાણાકીય કટોકટીથી પીડિત પાકિસ્તાન આ ખાણ દ્વારા વિશાળ વિદેશી રોકાણને આમંત્રિત કરવા માંગે છે. પાકિસ્તાનનું અર્થતંત્ર ખૂબ જ નબળા સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે અને રાહત પેકેજ માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) પાસે ઘણીવાર તેનો હાથ ફેલાવી ચુક્યું છે.

એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાન સરકાર આ ખાણને અગત્યની સંપત્તિ તરીકે માને છે. પાકિસ્તાની સૈન્યને પણ આ ગોલ્ડ ખાણમાં રસ છે. હકીકતમાં આ ખાણ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ ખાણ છે. આ ખાણમાં ખાણકામનો અધિકાર કઇ કંપનીને મળશે તેમાં સેનાની મોટી ભુમિકા હશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે લશ્કરી નિયંત્રિત હેઠળની એન્જિનિયરિંગ કંપની ફ્રન્ટીયર વર્ક્સ ઓર્ગેનાઇઝેશન (FWO) પોતે આવા કોઇ ખાણકામમાં જોડાવવા માંગે છે જેને ખનનનો અધિકાર મળે. એફડબ્લ્યુઓએ અગમ્ય અને સરહદ વિસ્તારોમાં રસ્તા પર પ્રભુત્વ મેળવ્યું છે, પરંતુ તાજેતરના વર્ષોમાં તેણે ઘણાં ખાણકામ કાર્ય કર્યા છે.

અહીં દટાયું છે કરોડો ટન ગોલ્ડ

રેકો દિક ખાણ બલુચિસ્તાનના ચગાઈ જિલ્લાના રેકો દિક નગર નજીક સ્થિત છે. તેમાં પાકિસ્તાનનો સૌથી મોટો તાંબાનો ભંડાર છે. એક અંદાજ મુજબ, તેમાં આશરે 55 મિલિયન ટન ખનિજોનું ભંડાર છે. પ્રતિ ટન ખનિજ ભંડારમાં આશરે 0.22 ગ્રામ સોનું અને 0.41 ટકા તાંબુ મળવાની શક્યાતોઓ છે. આ ખાણ ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદ નજીક એક સુપ્ત જ્વાળામુખીની પાસે છે. તેના ખાણકામમાં વિલંબ એટલા માટે થયો છે કે તેના માટે પ્રથમ બે રોકાણકારો, કેનેડિયન કંપની બેરિક ગોલ્ડ અને ચિલીની એન્ટોફગાસ્ટા વચ્ચે વિવાદ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન