Pakistan Fails To Convince International Community Over Kashmir Issue: Imran's Govt Minister
  • Home
  • Featured
  • ઇમરાન સરકારના ગૃહમંત્રીનું કબૂલનામું- કાશ્મીર મુદ્દે દુનિયા અમારી સાથે નહીં, પરંતુ ભારતની…

ઇમરાન સરકારના ગૃહમંત્રીનું કબૂલનામું- કાશ્મીર મુદ્દે દુનિયા અમારી સાથે નહીં, પરંતુ ભારતની…

 | 11:35 am IST

પાકિસ્તાનના ગૃહમંત્રી એજાજ અહમદ શાહે પોતાના દેશમાં આતંકી સંગઠનોની હાજરી કબૂલ કરી. એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે એ પણ સ્વીકાર કર્યો કે કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનો વિશ્વાસ દુનિયા કરી રહી નથી અને વિશ્વમાં પાકિસ્તાનની છબી બિન-જવાબદાર રાષ્ટ્ર તરીકેની બની ગઇ છે. ખાને કહ્યું કે ઇમરાન ખાનની સરકારમાં પ્રતિબંધિત આતંકી સંગઠનો પર કાર્યવાહી કરાઇ રહી છે.

પાકિસ્તાનમાં આતંકી સંગઠનોની હાજરી સ્વીકારી

પાકિસ્તાનના ગૃહમંત્રીએ પાકિસ્તાનમાં હાજર આતંકી સંગઠનોની હાજરી પર સ્વીકાર કર્યો કે પાકિસ્તાનમાં તેમની ઉપસ્થિતિ છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા એમના પર પ્રતિબંધ લગાવાના નિર્ણય પર તેમણે સ્વીકાર કર્યો કે આ એ જ આતંકી સંગઠન છે જેમણે અફઘાનિસ્તાન યુદ્ઘ અને કાશ્મીરમાં અશાંતિ ફેલાવામાં પણ ભાગ લીધો. એક મહિના પહેલાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ કહ્યું હતું કે 30000થી 40000 આતંકીઓની ટ્રેનિંગ પાકિસ્તાનમાં થઇ. આ એ જ આતંકી છે જેમણે અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં સંઘર્ષમાં ભાગ લીધો હતો. ગૃહમંત્રીએ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર સરકારના સ્ટેન્ડ પર તેમણે કોઇ જવાબ આપ્યો નથી.

‘કાશ્મીર પર દુનિયા કરી રહી નથી પાકિસ્તાનનો વિશ્વાસ’

ઇમરાન ખાનના મંત્રી એ સ્વીકાર કર્યો કે પાકિસ્તાનની લાખ કોશિષો છતાંય દુનિયા હિન્દુસ્તાનનો જ વિશ્વાસ કરી રહી છે. તેમણે કહ્યું કે કાશ્મીર પર અમે કહી રહ્યા છીએ કે ત્યાં કર્ફ્યૂ લગાવ્યો છે, ત્યાંના લોકોને દવાઓ મળી રહી નથી. લોકો મરી રહ્યા છે પરંતુ દુનિયા અમારા પર વિશ્વાસ કરી રહી નથી. દુનિયા હિન્દુસ્તાન પર વિશ્વાસ કરી રહી છે, જ્યારે અમે સાચું બોલી રહ્યા છીએ. આ (પક્ષમાં આંતરરાષ્ટ્રીય માહોલ) એક દિવસમાં બનતું નથી તેના માટે વર્ષો લાગી જાય છે.

દેશની પૂર્વવર્તી સરકારો પર પણ પાકિસ્તાનના મંત્રીએ સાંધ્યું નિશાન

દુનિયામાં પાકિસ્તાન પર વિશ્વાસ નહીં કરવાના પ્રશ્ન પર તેમણે પૂર્વવર્તી સરકારો પર નિશાન સાંધ્યું. એન્કરે જ્યારે તેમને પૂછયું કે તેના માટે કોણ જવાબદાર છે. પાકિસ્તાનના મંત્રીએ કહ્યું કે જે રૂલિંટ ઇલીટ કલાસ છે તેમણે આ દેશને બર્બાદ કરી દીધો. રૂલિંગ ઇલીટ શાસકોએ આ દેશનું નામ બર્બાદ કરી દીધું. અમે બધું જ ગુમાવી દીધું અને લોકો વિચારે છે કે અમે એક જવાબદાર રાષ્ટ્ર નથી. તેના પર એન્કરે કહ્યું કે કોનો રોલ છે જિયા-ઉલ-હક, બેનજીર ભુટ્ટો, પરવેઝ મુર્શરફ કે ઇમરાન ખાન…તો તેમણે કહ્યું બધાનો રોલ છે…બધા જવાબદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન