પાકિસ્તાનના ગોળીબારમાં જન્મ દિવસ પર જ BSFનો જવાન શહીદ - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પાકિસ્તાનના ગોળીબારમાં જન્મ દિવસ પર જ BSFનો જવાન શહીદ

પાકિસ્તાનના ગોળીબારમાં જન્મ દિવસ પર જ BSFનો જવાન શહીદ

 | 10:22 pm IST

જમ્મૂ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં પાકિસ્તાન સૈન્ય દ્વારા ફરી એકવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો. ઘટનાની કરૂણતા એ છે કે શહીદ જવાનનો આજે જન્મ દિવસ હતો.

શહીદ જવાનનું નામ આર પી હજારા હતું. તે બીએસએફમાં હેડ કોન્સ્ટેબલ હતાં. 51 વર્ષીય હજારા પશ્ચિમ બંગાળના રહેવાસી હતાં અને બીએસએફની 173 બટાલિયનના જવાન હતાં.

બીએસએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાંબા સેક્ટરમાં આજે સાંજે લગભગ 4:15 વાગ્યે પાકિસ્તાન તરફથી સંઘર વિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં બીએસએફના જવાન આર પી હજારાને ગોળી વાગી હતી. હજારાને તત્કાળ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન તેમને દમ તોડી દીધો હતો.

બીએસએફના અધિકારીએ જણાવ્યું હતું કે, હજારા સાંબા જીલ્લાના સબસેક્ટર હીરાનગરમાં ચક દુલ્મા પોસ્ટ પર તૈનાત હતાં. જન્મ દિવસ પર જ હજારાના નિધનથી બીએસએફના અધિકારીઓમાં ઘણી નિરાશા છે.