Qureshi claims Manmohan Singh accepted Kartarpur Corridor opening Invite
  • Home
  • Featured
  • પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કર્યો ધડાકો, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પત્ર લખી કહ્યું કે…

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કર્યો ધડાકો, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પત્ર લખી કહ્યું કે…

 | 9:06 pm IST

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ દાવો કર્યો છે કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ  કરતારપુર કોરિડોરમના ઉદ્ઘાટન સમારોહમાં શામેલ થશે. મનમોહન સિંહે આ સમારોહમાં આવવાની સહમતિ આપી દીધી હોવાનો પણ કુરેશીએ ખુલાસો કર્યો હતો.

કુરેશીએ પાકિસ્તાનની એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કોરિડોરના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના બદલે સામાન્ય વ્યક્તિની જેમ આવવાની વાત કરી છે.

કુરેશીએ કહ્યું હતું કે, મેં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને આમંત્રિત કર્યા હતા. હું તેમનો આભારી છું કે ત્યારબાદ તેમણે મને પત્ર લખ્યો. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ કરતારપુર આવશે પણ મુખ્ય અતિથિ તરીકે નહીં પરંતુ એક સામાન્ય વ્યક્તિની જેમ. જો તેઓ સામાન્ય વ્યક્તિની જેમ પણ આવે છે તો અમે તેમનું સ્વાગત કરીશું.

કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, પૂર્વ પ્રધાનમંત્રીએ ઈમરાન સરકારના આમંત્રણનો સ્વીકાર નથી કર્યો. આ અગાઉ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ અને મનમોહનસિંહ કોઇ પણ, અતિથિ તરીકે પાકિસ્તાન જશે. તેઓ માત્ર કરતારપુર જનારા સર્વદળીય જૂથમાં સામેલ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન