Pakistan foreign Minister and Major react on Rajnath Singh Statement
  • Home
  • Featured
  • રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવેદન પર પાકિસ્તાનની ડંફાસ, કહ્યું- અમારી પાસે પણ છે વિકલ્પ

રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવેદન પર પાકિસ્તાનની ડંફાસ, કહ્યું- અમારી પાસે પણ છે વિકલ્પ

 | 8:48 pm IST

જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદથી જ પાકિસ્તાન ઘણું ગુંગળાયેલ છે. જ્યારે હવે પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા સીઝફાયર અને નાપાક હરકતો પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે મોટી ચેતવણી આપી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત પરિસ્થિતિઓ અનુરૂપ પરમાણું હથિયારોને લઈ પોતાની પોલિસીમાં ફેરફાર કરી શકે છે. જ્યારે હવે રાજનાથ સિંહના આ નિવેદન પર પાકિસ્તાનના વિદેશ મંત્રી અને સેના તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે ભારતની નીતિ ‘ડોભાલ સિદ્ધાંતો’ નજીક હોય છે.

જ્યારે પાકિસ્તાની સેનાના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે કાલે રાજનાથ સિંહે એક નિવેદન આપ્યું હતું. અમે માનીએ છીએ કે પારંપરિક યુદ્ધ માટે કોઈ સ્થાન નથી. પરંતુ જે રીતે ભારત આગળ વધુ રહ્યું છે તો અમે પણ વિકલ્પોને નકારી શકતા નથી. આપને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીર કમિટીની શનિવારે પહેલી બેઠક બોલાવી હતી. જેમાં 7 સભ્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આ કમિટીની રચના 6 ઓગસ્ટે કરી હતી. જ્યારે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો હતો.

રિપોર્ટ મુજબ આ કમિટીની બેઠક પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીની અધ્યક્ષતા હેઠળ થઈ હતી. જેમાં આઈએસઆઈના હેડ જનરલ ફૈઝ હમીદ, લેફ્ટિનેંટ જનરલ ફૈઝ હમીદ, મેજર જનરલ આસિફ ગફૂર, કાયદા મંત્રી નસીમ, વડા પ્રધાન ઇમરાન ખાનના વિશેષ સલાહકાર ફિરદોસ આશિક, એટોર્ની જનરલ અનવર મન્સૂર ખાન સામેલ હતા.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદના રાણીપની જનતાએ રાશિયાનો નિર્ણય આવકાર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન