Pakistan Former Cricketer Mushtaq Ahmed say about Indo-Pak Series
  • Home
  • Sports
  • Cricket
  • પાકિસ્તાન આ દિગ્ગજે આપ્યું મોટું નિવેદન, કહ્યું- ભારત અને પાકિસ્તાન વચ્ચે સિરીઝ…

પાકિસ્તાન આ દિગ્ગજે આપ્યું મોટું નિવેદન, કહ્યું- ભારત અને પાકિસ્તાન વચ્ચે સિરીઝ…

 | 4:13 pm IST

કિકેટ જગતમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થનારી ‘એશિઝ’ સિરીઝને સૌથી મોટી અને મહત્વની માનવામાં આવે છે. પરંતુ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી સિરીઝને લઈ પાકિસ્તાન ક્રિકેટના એક દિગ્ગજે મોટું નિવેદન આપ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ પૂર્વ પાકિસ્તાની લેગ સ્પિનર મુશ્તાક અહમદે ભારત-પાકિસ્તાન સિરીઝને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ફરીથી સામાન્ય કરવા માટે બંને વચ્ચે ફરીથી ક્રિકેટ શરૂ કરાવી જોઈએ. આપને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાને 2013 બાદ આપસમાં કોઈ પણ દ્વિપક્ષીય સિરીઝ રમી નથી. જોકે આઈસીસી ટુર્નામેન્ટ્સમાં બંને ટીમો વચ્ચે મેચ જરૂર થાય છે. બંને દેશો વચ્ચે છેલ્લી મેચ આઈસીસી વર્લ્ડ કપ દરમિયાન થઈ હતી. જેને ભારતે જીતી હતી.

રિપોર્ટ પ્રમાણે મુસ્તાક અહમદનું કહેવું છે કે,‘મારું માનવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી ક્રિકેટ સંબંધ શરૂ થવા જોઈએ. મને લાગે છે કે ક્રિકેટના માધ્યમથી બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધાર થઈ શકે છે. ક્રિકેટ, પ્રશંસકોના મોઢા પર પ્રેમ અને ખુશી લાવે છે.’ તેમને કહ્યું કે,‘મારા મત મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી ક્રિકેટ શરૂ થવું જોઈએ. ફેન્સ બંનેને ફરી એક-બીજા સાથે રમતા જોવા માંગે છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થાય છે તો જોરદાર પ્રતિસ્પર્ધા અને ફેન્સમાં શાનદાર ઉત્સાહ જોવા મળે છે. મને લાગે છે કે એશિઝથી પણ મોટી છે ભારત અને પાકિસ્તાન સિરીઝ.’

ઉપરાંત મુસ્તાક અહમદે એમ પણ કહ્યું કે બંને દેશોની સરકારે આપસમાં વાતચીત કરવી જોઈએ અને હાલની પરિસ્થિતીઓ અને સમસ્યાઓ અંગે વાટાઘાટ કરવા જોઈએ, કરતારપુર કોરિડોરનું ખુલવું બંને દેશો માટે એક સારી શરૂઆત છે. વાતચીતથી સમસ્યાઓનો ઉકેલ આવે છે.

આ વીડિયો પણ જુઓ: છોટા ઉદેપુરમાં મિત્રનું અપહરણ સાથે મારી નાખવાની અપાઈ ધમકી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન