Pakistan former Cricketer shoaib akhtars controversy with sonali bendre
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વિવાદિત અખ્તર! શાહરૂખ પર છેતરપિંડીનો આરોપ, આ બોલિવૂડ અભિનેત્રીનું કરવા માગતો’તો અપહરણ

વિવાદિત અખ્તર! શાહરૂખ પર છેતરપિંડીનો આરોપ, આ બોલિવૂડ અભિનેત્રીનું કરવા માગતો’તો અપહરણ

 | 5:07 pm IST
  • Share

પાકિસ્તાનનો પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર સતત તેના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. અખ્તરે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય શોએબે નિરમા ગર્લ નામથી લોકપ્રિય બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેંદ્રેનું અપહરણ કરવાનું પણ વિચાર્યું હતું. એમ એક મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું હતું.

આપને જણાવી ધઈએ કે આઈપીએલની શારૂઆતમાં શોએબ અખ્તર શાહરૂખ ખાનની ટીમનો ભાગ હતો. શોએબે તેની આત્મકથા ‘કંટ્રોવેર્સિયલી યોર્સ’માં શાહરૂખ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. અખ્તરે કહ્યું હતું કે તેને આઈપીએલમાં ઓછા રૂપિયા મળ્યા હતા. જેના કારણે તે ખુશ નહોતો. પરંતુ શાહરૂખ ખાન અને જે તે સમયના આઈપીએલ ચેરમેન લલિત મોદીના કહેવા પર તેણે આઈપીએલ રમી. પરંતુ તે નાખુશ હતો.

આ સિવાય શોએબ અખ્તરે એક ટોક શોમાં કહ્યું હતું કે તે સોનાલી બેંદ્રેને પસંદ કરતો હતો. સોનાલી તેનો ક્રશ હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ શોમાં અખ્તરે એમ પણ કહ્યું કે જો સોનાલી તેના પ્રેમ પ્રસ્તાવને ફગાવશે તો તેનું અપહરણ કરી લેશે. શોએબને સોનાલી એટલી પસંદ હતી કે તેની તસવીર પોતાના પર્સમાં રાખતો હતો. ટીમના સાથી ખેલાડી આ અંગે તેની સાથે મસ્તી પણ કરતા હતા.

આ વીડિયો પણ જુઓ: મહેસાણાના ઉપવાસમાં ભારે વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન