Pakistan General Bajwa coup apprehension
  • Home
  • Featured
  • પાકિસ્તાનથી આવ્યા સૌથી મોટા સમાચાર, ગમે તે ઘડીએ જઇ શકે છે ઇમરાનની ખુરશી!

પાકિસ્તાનથી આવ્યા સૌથી મોટા સમાચાર, ગમે તે ઘડીએ જઇ શકે છે ઇમરાનની ખુરશી!

 | 1:58 pm IST

શું પાકિસ્તાન ફરી એક વખત તખ્તાપલટની આગળ વધી રહ્યા છે? શું પાકિસ્તાનમાં ફરીથી મિલિટ્રી રાજ હશે? સરહદ પારથી ગંધ આવી રહી છે કે જ્યારથી પાકિસ્તાની વજીર-એજઆઝમની ઓફિસમાંથી આર્મી ચીફ જનરલ કમર બાજવાના નામની એક ચિઠ્ઠી રજૂ થઇ છે. આ ચિઠ્ઠીએ બાજવાને આવતા ત્રણ વર્ષ માટે સેનાની કમાન સોંપી દીધી છે. તેની સાથે જ એવું માનવામાં આવી રહ્યું છે કે દેખાવે તો ચોક્કસ ઇમરાન ખાન પાકિસ્તાનના વજીર-એ-આઝમ છે. પરંતુ મુલ્કની અસલી કમાન જનરલ બાજવાના હાથમાં છે.

72 વર્ષના પાકિસ્તાનની ઇતિહાસમાં જ્યારે જ્યારે મુલ્ક પર સંકટ આવ્યું, ત્યારે ત્યારે સેનાના આ નુમાઇંદો એ લોકતંત્રને કચડીને દેશની કમાન પોતાના હાથમાં લઇ લીધી. ફીલ્ડ માર્શલ અયૂબ ખાનથી લઇ યાહયા ખાન સુધી અને જિયાઉલ હકથી લઇ પરવેઝ મુશર્રફ સુધી કુલ 35 વર્ષ સુધી પાકિસ્તાની સેના પ્રમુખ મુલ્ક પર રાજ કરી ચૂકી છે અને હવે એક વખત ફરીથી પાકિસ્તાન એ રસ્તા પર છે.

કાશ્મીરમાંથી કલમ 370 ભારતે ખત્મ કરી. પરંતુ મુસીબત પાકિસ્તાન પર આવી પડી છે. કારણ કે પાકિસ્તાની રાજકારણ જે કાશ્મીરમાંથી શરૂ થયું અને કાશ્મીર પર ખત્મ થયું છે. એ કાશ્મીરને લઇ ભારતના નિર્ણયે પાકિસ્તાનને બેચેન કરી દીધું છે. હવે આ કલમ 370 પાકિસ્તાન માટે ગળાનું હાડકું બની ગયું છે, જે બહાર ઓકી શકાય છે કે ના ગળી શકાય છે. આ દ્રષ્ટિથી ફરીએકવખત પાકિસ્તાનના આર્મી ચીફના હાથમાં સત્તા જતી દેખાય રહી છે.

ઇમરાન ખાન વડાપ્રધાન બન્યા બાદથી દરેક મોટા અવસર પર જનરલ બાજવા જ સતત પાકિસ્તાનની કમાન સંભાળતા દેખાયા છે. પછી તે ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગને મળવાનું હોય કે ટ્રમ્પની સાથે મુલાકાતની વાત હોય. કુલ મળીને અત્યાર સુધીમાં જે સમાચાર દબાયેલી જીભમાંથી આવી રહ્યા હતા. તે ઇમરાન ખાનના આ નિર્ણય બાદ સ્વાભાવિક થઇ ગયું છે. જેમાં તેમણે જનરલ કમર બાજવાનો આર્મી ચીફ તરીકેનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે વધારી દીધો છે. એટલે કે આ વાત પરથી તસ્દીક થઇ ગઇ છે કે દેશની અસલી કમાન સેના પ્રમુખના હાથમાં છે.

આ આશંકા કંઇ એમનેમ નથી વ્યકત કરાઇ. ગયા વર્ષે પાકિસ્તાનની ચૂંટણીમાં ઇમરાન ખાનની જીતની પાછળ સેનાનો હાથ હોવાનો દાવો કરાયો હતો. વિરોધી પાર્ટી અત્યાર સુધી એ આરોપો લગાવતી રહી છે કે ઇમરાન ખાનને વડાપ્રધાનની ખુરશીસુધી પહોંચાડનાર જનરલ કમર જાવેદ બાજવા જ છે. આ દ્રષ્ટિથી પણ આરોપો મૂકાય છે કે સેના પ્રમુખના કાર્યકાળને ત્રણ વર્ષ વધુ વધારવાનો નિર્ણય પણ ખુદ જનરલ કમર જાવેદ બાજવાનો જ છે.

આપને જણાવી દઇએ કે પાકિસ્તાનના હાલના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા નવેમ્બરમાં રિટાયર થવાના હતા. પરંતુ પીએમ ઇમરાન ખાને ઓફિસમાંથી એ વાતની જાહેરાત કરાઇ કે જનરલ બાજવા વધુ ત્રણ વર્ષ માટે સેના પ્રમુખ બનેલા રહેશે. કાશ્મીરની હાલની સ્થિતિ પાકિસ્તાન માટે સૌથી મોટો માથાનો દુખાવો છે અને આ મુશ્કેલ દોરમાં આર્મી ચીફ બાજવા કમાન પોતાના હાથમાં રાખવા માંગે છે.

પાકિસ્તાન પાસે દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું સૈન્ય છે. જેનો દેશના પરમાણુ હથિયારો પર પણ નિયંત્રણ છે અને જંગ જેવી સ્થિતિ બનતા પાકિસ્તાની સેના પહેલાં જ તખ્તાપલટ કરી શકે છે. આપને જણાવી દઇએ કે પાકિસ્તાન બન્યા બાદથી ત્યાં કેટલીય વખત તખ્તાપલટ કરી ચૂકી છે. પાકિસ્તાનમાં મોટાભાગે સેનાનું જ રાઝ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન