Pakistan Gives Permission of Rail Line in PoK To Put Pressure on India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારત પર દબાણ લાવવા ચીને રમી નવી ચાલ, પાકિસ્તાન પણ આપી રહ્યું છે ભરપૂર સાથ

ભારત પર દબાણ લાવવા ચીને રમી નવી ચાલ, પાકિસ્તાન પણ આપી રહ્યું છે ભરપૂર સાથ

 | 12:36 pm IST

પાકિસ્તાન હંમેશાથી ભારત પર દબાણ લાવવા માટે ચીનનો સાથ લઈ રહ્યું છે. અને પાકિસ્તાન ચીન સાથે મળીને અનેક નીતનવાં હથકંડા અપનાવે છે. અને આ જ સિલસિલામાં પાકિસ્તાનની વધુ એક નવી ચાલ સામે આવી છે. પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે પાક અધિકૃત કાશ્મીરમાં રેલ્વે લાઈન માટે 21 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, આ રેલ્વે લાઈન ચીનની મહત્વકાંક્ષી યોજના ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો એક ભાગ છે. જો કે, હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે, આ રેલ લાઈન પીઓકેમાં ક્યાંથી ક્યાં સુધી બનાવવામાં આવશે. અને તેની લંબાઈ કેટલી રહેશે. ચીનના એક અખબારમાં છપાયેલી રિપોર્ટ પ્રમાણે થોડા દિવસ પહેલાં જ ચીને પાકિસ્તાનના ઈસ્લામાબાદથી શિઝિયાંગના કાશ્ગર સુધી બનનાર રસ્તાના એક ભાગને સામાન્ય જનતા માટે ખોલી દીધો હતો.

પાકિસ્તાનમાં બનનાર આ રેલ્વે લાઈનને લઈ જાણકારોનું કહેવું છે કે, આ યોજનાનો ઉદ્દેશ ભારત પર દબાણ બનાવવાનું કામ કરશે. થોડા દિવસો પહેલાં જ ઈમરાન ખાન સરકારે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 દૂર કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. અને પોતાના દેશનો નવો નકશો રજૂ કર્યો હતો. જેમાં તેણે લદ્દાખ, જમ્મુ-કાશ્મીર ઉપરાંત ગુજરાતના જૂનાગઢ અને સિરક્રિક વિસ્તારનો પણ ઉલ્લેખ કર્યો હતો.

એક રિપોર્ટ પ્રમાણે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડરમાં ચીને અરબો રૂપિયાનું રોકાણ કર્યું છે અને હવે ચીન સુરક્ષાના ખતરા વધતાં અને પ્રોજેક્ટની કિંમતોમાં વધારો થતાં સતત ચિંતામાં છે. કોરોનાને કારણે પાકિસ્તાનમાં ઈકોનોમિક કોરિડોરનું કામ ગોકળગાય ગતિએ થઈ રહ્યું છે. તો બીજી બાજુ બલૂચિસ્તાનથી ઉગ્રવાદી હુમલાઓ સતત વધી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓઃ આવતીકાલથી રાજ્યમાં માસ્ક ન પહેર્યું તો 1000 નો દંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન