પાક.ના ખંડન બાદ ફરી ગરજ્યુ અમેરિકા, પાકિસ્તાન વર્ષોથી અમારી સાથે ડબલ ગેમ રમી રહ્યું છે - Sandesh
  • Home
  • World
  • પાક.ના ખંડન બાદ ફરી ગરજ્યુ અમેરિકા, પાકિસ્તાન વર્ષોથી અમારી સાથે ડબલ ગેમ રમી રહ્યું છે

પાક.ના ખંડન બાદ ફરી ગરજ્યુ અમેરિકા, પાકિસ્તાન વર્ષોથી અમારી સાથે ડબલ ગેમ રમી રહ્યું છે

 | 10:51 am IST

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એટેક બાદ અમેરિકન મેનેજમેન્ટ પણ પાકિસ્તાન પર સતત હુમલો કરી રહ્યો છું. હવે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદૂત નિકી હેલીએ કહ્યું કે, પાકિસ્તાન વર્ષોથી વોશિંગ્ટનની સાથે ડબલ ગેમ રમી રહ્યું છે, જે ટ્રમ્પ મેન્જમેન્ટ માટે અસ્વીકાર્ય છે. હેલીએ સંયુક્ત રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનને 1625 કરોડ રૂપિયાની સૈન્ય મદદ પર લગાવેલી
રોકના સમર્થનમાં આ નિવેદન આપ્યુ છે.

હેલીએ સંયુક્ત રાષ્ટ્ર ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રિપોર્ટસમાં કહ્યું કે, મદદ રોકવાનુ સ્પષ્ટ કારણ છે. પાકિસ્તાન વર્ષોથી અમારી સાથે ડબલ ગેમ રમી રહ્યું છે. હેલીએ આગળ કહ્યું કે, પાકિસ્તાન અમારી સાથે કામ કરે છે અને બીજી તરફ આતંકીઓને સંરક્ષણ આપે છે, જે અફઘાનિસ્તાનમાં અમારા સૈનિકો પર હુમલો કરે છે. આ ખેલ અમારા મેનેજમેન્ટ માટે અસ્વીકાર્ય છે.

હેલીએ કહ્યું કે, ટ્રમ્પ મેનેજમેન્ટને આતંકવાદની વિરુદ્ધમાં પાકિસ્તાન તરફથી વધુ સહયોગની આશા છે. હેલીએ એમ પણ કહ્યું કે, જો પાકિસ્તાન આતંકવાદને પોતાનું સમર્થન ચાલુ રાખે છે, તો ટ્રમ્પ તેમને આપવામાં આવનારી તમામ મદદ પર રોક લગાવવા માટે ઈચ્છે છે. હેલી સંયુક્ત રાષ્ટ્રમાં નવા વર્ષની પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. હેલીએ કહ્યું કે, આ મામલો સમગ્ર રીતે પાકિસ્તાન દ્વારા આતંકીઓને અપાતા સંરક્ષણ સાથે જોડાયેલો છે.

નવા વર્ષમાં પોતાની પહેલી ટ્વિટમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદને પનાહ આપતા પાકિસ્તાન પર ખરીખોટી સંભળાવી હતી. ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમેરિકાએ મૂર્ખતાપૂર્ણ રીતે ગત 15 વર્ષોમાં પાકિસ્તાનને 33 અરબ ડોલરની સહાયતા કરી છે. પરંતુ બદલામાં અમને જુઠ્ઠાણુ અને કપટ સિવાય કંઈ જ નથી મળ્યું. અમારા નેતાઓને મૂર્ખ સમજવામાં આવ્યા છે. તે આતંકીઓને સુરક્ષિત પનાહ આપતા રહ્યા અને અમે અફઘાનિસ્તાનમાં ખાક છાનતા રહ્યા. પણ હવે વધુ નહિ.