પાક.ના હિન્દુ સાંસદ, હિન્દુ-હિન્દુ અને મુસલમાન- મુસલમાન, હવે કોઈ ફેરફાર નહીં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • પાક.ના હિન્દુ સાંસદ, હિન્દુ-હિન્દુ અને મુસલમાન- મુસલમાન, હવે કોઈ ફેરફાર નહીં

પાક.ના હિન્દુ સાંસદ, હિન્દુ-હિન્દુ અને મુસલમાન- મુસલમાન, હવે કોઈ ફેરફાર નહીં

 | 3:18 pm IST

પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાના સભ્ય લાલચંદ માલ્હીએ લઘુમતી હિન્દુઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન સામે અવાજ ઉઠાવ્યો છે. આ કારણે તેમને રોના એજન્ટ પણ ગણાવવામાં આવે છે.

સિંધના ધર્મગુરુ પીર ઐયુબ સરહંદીએ માલ્હી પર ભારતની ગુપ્તચર એન્જસી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો)ના એજન્ટ હોવાનો આક્ષેપ કર્યો છે. ઐયુબ પાકિસ્તાનમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવતા હોવાનું કહેવાય છે.

પાકિસ્તાન ફેમિનિસ્ટ એસોસિયેશનના સ્થાપક શુમૈલા એચ. શાહનીએ આ અંગે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતી પર આ પ્રકારના આક્ષેપ મુકવા અને તેમને નિશાન બનાવવા સાવ સામાન્ય છે.

પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાએ ગયા વર્ષે પસાર કરેલા ઠરાવમાં લઘુમતિ મહિલાઓના બળજબરીથી ધર્મ પરિવર્તન અને તેમની જોડે લગ્ન કરવા પર પ્રતિબંધ મુકવાની માગણી કરાઈ હતી. પાકિસ્તાન તહેરીકે ઈન્સાફ પાર્ટીના સાંસદ લાલચંદ માહીએ આ અંગેનો પ્રસ્તાવ ધારાસભામાં રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું સિંધમાં આ સમસ્યા વધારે ગંભીર છે.

માહી પત્રકાર પણ છે. તેઓ 1996થી અત્યાર સુધી અનેક મીડિયા સાથે સંકળાયેલા હતાં. 2013માં તેમને એમએનએ અને બિન-મુસ્લિમ રિઝર્વ બેઠક માટે પીટીઆઈએ તેમને ઉમેદવાર બનાવ્યા હતાં. માહી પાકિસ્તાન માનવાધિકાર પંચના પણ સભ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન