રાજનાથના પ્રહારો બાદ પાક.ની બેશર્મ દલીલ, કહ્યું-ભારત પણ ફેલાવે છે આતંક - Sandesh
  • Home
  • Main News
  • રાજનાથના પ્રહારો બાદ પાક.ની બેશર્મ દલીલ, કહ્યું-ભારત પણ ફેલાવે છે આતંક

રાજનાથના પ્રહારો બાદ પાક.ની બેશર્મ દલીલ, કહ્યું-ભારત પણ ફેલાવે છે આતંક

 | 9:27 am IST

સાર્ક સંમેલનમાં આતંકવાદ મુદ્દે ભારતના જોરદાર પ્રહારો બાદ સ્તબ્ધ થઈ ગયેલા પાકિસ્તાને પોતાનો જવાબ આપ્યો છે. પાકિસ્તાનના ગૃહમંત્રી ચૌધરી નિસાર અલી ખાને કહ્યું કે રાજનાથ સિંહે પોતાના ભાષણમાં કોઈ પણ દેશના નામનો ઉલ્લેખ કર્યો નથી.

ચૌધરી નિસારે કહ્યું કે સામાન્ય રીતે જોઈએ તો બેઠકનો માહોલ સારો હતો. ભારત તરફથી પાકિસ્તાન પર દબાણ બનાવવાની કોશિશ કરવામાં આવી હતી. તેમણે કાશ્મીરનો મુદ્દો પણ ઉછાળ્યો. કહ્યું કે સામાન્ય નાગરિકોની હત્યા એ આતંકવાદ જેવું જ છે. આતંકવાદ અને આઝાદીની લડાઈમાં અંતર છે. કોઈ પણ દેશને આતંકવાદ શબ્દનો ઉપયોગ કરીને આઝાદીની માગથી ધ્યાન ભટકાવવાનો કોઈ હક નથી.

ચૌધરી નિસારે ઉલ્ટુ ભારત પર નિશાન સાધતા કહ્યું કે પાકિસ્તાન અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું પડશે. વધુમાં એમ પણ કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા માટે હંમેશા તૈયાર છે. આપણે એકબીજા પર આંગળી ચીંધવી જોઈએ નહીં. મળીને મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. અમારા દરવાજા ક્યારેય બંધ થયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન