Pakistan : Imran Government Decides To Sell Off Property Of Federal Minister
  • Home
  • World
  • કંગાળિયતના આરે ઉભેલ પાકિસ્તાનની ઇમરાન સરકારે આ બધું વેચવા કાઢ્યું

કંગાળિયતના આરે ઉભેલ પાકિસ્તાનની ઇમરાન સરકારે આ બધું વેચવા કાઢ્યું

 | 3:56 pm IST

પાકિસ્તાનની સરકાર પોતાના દેશને કંગાળિયતની સ્થિતિમાંથી બહાર કાઢવા માટે જાત-જાતના પ્રયાસો કરી રહી છે. આ કવાયદમાં નવા પગલાંની અંતર્ગત વડાપ્રધાન ઇમરાન ખાનની સરકારે મંગળવારના રોજ નિર્ણય લીધો કે દેશના અપંગ અર્થતંત્રને મજબૂત કરવા અને આવક મેળવવાના ઉદ્દેશથી વિભિન્ન સંઘીય મંત્રાલયો અને સંબદ્ધ વિભાગોની અબજો રૂપિયાની સંપત્તિઓ વેચાય જશે.

પાકિસ્તાની અખબાર ડોનની વેબસાઇટમાં પ્રકાશિત સમાચાર પ્રમાણે એક પત્રકાર પરિષદમાં મીડિયા સાથે મીટિંગની માહિતી શેર કરતાં સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે સરકારે સંઘીય મંત્રાલયો અને સંબદ્ધ વિભાગોની સંપત્તિઓને વેચવાનો નિર્ણય કર્યો છે, જે ઉપયોગમાં નથી.

તેમણે આગળ કહ્યું કે વડાપ્રધાન ઇમરાન ખાને મંત્રાલયોની સંપત્તિઓની યાદી માંગી છે. મંત્રી એ કહ્યું કે મંત્રાલયો એ પહેલાં જ પોતાની યાદીને અંતિમ રૂપ આપી દીધું છે અને તેમણે સંઘીય કેબિનેટમાં મોકલી દીધા છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે યોગ્ય પરિસમાપન પ્રક્રિયાને અપનાવ્યા વગર સરકાર પોતાની સંપત્તિ કેવી રીતે વેચી શકે છે, તેના પર ચૌધરી એ કહ્યું કે એવી તમામ સંપત્તિઓના ઉકેલ માટે સરકાર પહેલાં એક સમાન નીતિ અપનાવશે, કારણ કે દરેક સાર્વજનિક સંગઠનની પોતાની ઉકેલ નીતિ હતી, તેના લીધે ઉપયોગમાં નથી આવતી તેવી સંપત્તિઓના ઉકેલ માટે સરકારની યોજનામાં અડચણ આવી રહી હતી. તેમણે આગળ કહ્યું કે તેમણે કહ્યું કે યુનિફોર્મ પોલિસી કાયદા અંતર્ગત સંપત્તિઓ વેચવા માટે એક પદ્ધતિ પણ બતાવાશે.

સૂચના મંત્રી એ કહ્યું કે સરકારી સંપત્તિ વેચવા માટે મંત્રી ઝુલ્ફી બુખારી, અલી જૈદી, મુરાદ સઇદ, અલી અમીન ગંડાપુર અને હમ્માદ અઝહરની એક સમિતિ બનાવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન