pakistan-imran-khan-prime-minister-oath-taking-date-finalized-for-the-18th-of-august
  • Home
  • World
  • આખરે ઇમરાન ખાનની પાકિસ્તાનના વઝીર-એ-આઝમ બનવાની તારીખ થઈ જાહેર

આખરે ઇમરાન ખાનની પાકિસ્તાનના વઝીર-એ-આઝમ બનવાની તારીખ થઈ જાહેર

 | 8:03 pm IST

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના ચેરમેન ઇમરાન ખાન સ્વતંત્રતા પર્વ પછી 18 ઓગસ્ટના વડાપ્રધાન પદના શપથ લેશે. તેમને શપથ ગ્રહણ કાર્યક્રમની તારીખ આખરે ફરી એક વખત બદલવામાં આવી છે. આ પહેલા PTI તરફથી વડાપ્રધાન પદ માટે ઇમરાન ખાનના નામને મંજૂરી આપવામાં આવી છે. ઈસ્લામાબાદની એક પ્રાઈવેટ હોટલમાં પાર્ટીના સભ્યોની સંસદીય સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન પદ માટે ઇમરાન ખાને વિશ્વાસ જીત્યા પછી પાર્ટીના સભ્યોનો આભાર માન્યો હતો. શુક્રવારે PTI પ્રવક્તા ફૈસલ જાવેદ ખાને જાહેરાત કરી કે, ઇમરાન ખાનની શપથ ગ્રહણ 18 ઓગસ્ટના થશે. જેમાં કપિલ દેવ અને નવજોત સિદ્ધુ સહિત ઘણાં લોકો હાજર રહી શકે છે.

ક્રિકેટરમાંથી નેતા બનેલા 65 વર્ષના ઈમરાન ખાનના પક્ષ PTIને 25 જુલાઈના સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરીને બહાર આવ્યું હતું. જેના પછી 342 સભ્યોની નેશનલ એસ્મબલીમાં ઓછામાં ઓછા 180 સભ્યોનું સમર્થન જરૂરી હતી. જેમાં કોઈ પણ પક્ષને હજી સુધી 172નો બહુમતનો આંકડો મળ્યો નથી.

શુક્રવારે પાકિસ્તનમાં ભારતીય હાઈકમિશ્નર અજય બિસારિયાએ ઇમરાન ખાનની મુલાકાત કરી હતી. PTI તરફથી એક જાહેરાતમાં આ વાત કહેવામાં આવી હતી. આ દરમિયાન તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે નવા માધ્યમોથી વાતો શરૂ કરવાની વાત કરી હતી. ભારતીય હાઈકમિશ્ન તરફથી ક્રિકેટ બેટ આપવામાં આવી છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમની સહી કરેલ છે.