પાકિસ્તાન સૂચના મુજબ મસૂદ અઝહર અને હાફિઝ વિરુદ્ધ પગલાં લેવામાં નિષ્ફળ - Sandesh
  • Home
  • India
  • પાકિસ્તાન સૂચના મુજબ મસૂદ અઝહર અને હાફિઝ વિરુદ્ધ પગલાં લેવામાં નિષ્ફળ

પાકિસ્તાન સૂચના મુજબ મસૂદ અઝહર અને હાફિઝ વિરુદ્ધ પગલાં લેવામાં નિષ્ફળ

 | 12:08 am IST

। નવી દિલ્હી ।

ત્રાસવાદને ભંડોળ અને મની લોન્ડરિંગ પર નજર રાખી રહેલી વૈશ્વિક સંસ્થા એફ.એ..ટી.એફ.એ સુચવેલા ૨૭ પગલાંથી છ પગલાં લેવામાં પાકિસ્તાન નિષ્ફળ જતાં તે એફ.એ..ટી.એફ.ની ગ્રે યાદીમાં ચાલુ રહે તેવી સંભાવના વધી જાય છે. જે  મહત્વના છ મુદ્દાનું પાલન નથી થયું તેમાં ભારતમાં મોસ્ટ વોન્ટેડ જાહેર થયેલા ત્રાસવાદીઓ મૌલાના મસુદ અઝહર અને હાફિઝ સઇદ સામે પગલાં લેવાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પાકિસ્તાનની ત્રાસવાદીઓની સત્તાવાર યાદીમાં અચાનક ૪૦૦૦ ત્રાસવાદીઓના નામ ગાયબ થઇ જવા જેવા મુદ્દાનો પણ સમાવેશ થાય છે.

ત્રાસવાદીઓની યાદીમાંથી ૪૦૦૦ નામ ગાયબ

પાકિસ્તાને પોતાના ત્રાસવાદ વિરોધી કાયદા હેઠળ ૭૬૦૦ ત્રાસવાદીઓની જે સત્તાવાર યાદી બનાવી હતી તેમાંથી ૪૦૦૦ નામ અચાનક ગાયબ થઇ ચુક્યા છે. સત્તાવાળાનું માનવું છે કે આ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાન એફ.એ..ટી.એફ.ની ગ્રે યાદીમાં હજી ચાલુ રહી શકે છે. પાકિસ્તાન જે છ મુદ્દે પગલાં લેવા નિષ્ફળ ગયું છે તેમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર ત્રાસવાદી સામે કાર્યવાહીનો સમાવેશ થાય છે. હ્લછ્હ્લ દ્વારા એ બાબતની નોંધ પણ લેવામાં આવી છે કે

એફએટીએફ સભ્યો સંતુષ્ઠ નથી

સંગઠનના ચાર સભ્ય દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પણ પાકિસ્તાની જમીન પર કાર્યરત ત્રાસવાદી જૂથો સામે પગલાં લેવાની પાકિસ્તાનની પ્રતિબદ્ધતાથી સંતુષ્ઠ નથી. આ સંજોગોમાં પાકિસ્તાન સંગઠનની ગ્રે યાદીમાં ચાલુ રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;