Pakistan involved in harbouring Taliban militants : Antony Blinken
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તાલિબાનને ‘આશરો’ આપવા પર અમેરિકા પાકિસ્તાન પર બરાબરનું ભડકયું, ભારતના કર્યા વખાણ

તાલિબાનને ‘આશરો’ આપવા પર અમેરિકા પાકિસ્તાન પર બરાબરનું ભડકયું, ભારતના કર્યા વખાણ

 | 9:10 am IST
  • Share

અફઘાનિસ્તાનમાં તાલિબાનના લોહિયાળ કબ્જામાં મદદ કરનાર પાકિસ્તાનને અમેરિકાએ બરાબરનું આડે હાથ લીધું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને માન્યું કે પાકિસ્તાન તાલિબાન અને હક્કાની નેટવર્કના આતંકીઓને આશરો આપ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને અફઘાનિસ્તાન અંગે વૈશ્વિક સમુદાયની નીતિઓ પ્રમાણે ચાલવું જોઇએ. અફઘાનિસ્તાનના મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સમુદાયે સાથે આવવાની જરૂર છે. અમેરિકન વિદેશ મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનની વિરૂદ્ધ પ્રતિબંધ મૂકવાની માંગણી તેજ થઇ ગઇ છે. તો બીજીબાજુ બ્લિંકને અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીત પર કહ્યું કે અફઘાનિસ્તાનમાં ભારતની ભાગીદારીએ પાકિસ્તાનના કેટલાંક નાપાક મંસૂબાને નિષ્ફળ કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અફઘાનિસ્તાનમાં ભારતની વધતી ભૂમિકા બદ પાકિસ્તાને ‘નુકસાન પહોંચાડનાર’ કેટલાંક પગલાં ભર્યા.

બ્લિંકને હાઉસ ફોરેન અફર્સે કમિટીને કહ્યું કે આપણે સૌથી વધુ જે વસ્તુ પર ધ્યાન આપવાનું છે તે પાકિસ્તાન સહિત દરેક દેશને આંતરરાષ્ટ્રીય સમુદાયની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું હશે. કારણ કે આંતરરાષ્ટ્રીય સમુદાયની પાસે એ બધું જ છે જેની તાલિબાનના નેતૃત્વવાળી સરકારને જરૂર છે. તો પાકિસ્તાને એ તમામ લક્ષ્યો પર કામ કરવાનું અને એ અપેક્ષાઓને બનાવી રાખવામાં આંતરરાષ્ટ્રીય સમુદાયની બહુમતીની સાથે ઉભા રહેવું જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના તાલિબાનની ગાઢ સંબંધો રહ્યા છે. પાકિસ્તાન પર ખુલ્લેઆમ છાનામાન આતંકીઓને સમર્થન કરવાનો આરોપ મૂકાતો રહ્યો છે. પાકિસ્તાન પર આરોપ છે કે તેણે પંજશીરને જીતવામાં તાલિબાનની મદદ કરી. પાકિસ્તાન આ આરોપોનું ખંડન કરે છે. પાકિસ્તાન એ બે દેશોમાં સામેલ છે જેમનો તાલિબાન પર સૌથી વધુ પ્રભાવ છે. આ સિવાય બીજો દેશ કતાર છે. પાકિસ્તાનના ગૃહમંત્રીએ ખુદ માન્યું છે કે તેમના ત્યાં તાલિબાની આતંકી અને તેમના પરિવાર રહે છે. જો કે ઇસ્લામાબાદે આ આરોપોને હંમેશાથી નકાર્યા છે. અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે આ મહિનાની શરૂઆતમાં જ આરોપ મૂકયો હતો કે તાલિબાનને ISI-પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી મેનેજ કરી રહી છે.

ISIના હક્કાની નેટવર્ક સાથે પણ મજબૂત સંબંધ

અમેરિકન સાંસદ બિલ કીટિંગે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું હતું કે અફઘાનિસ્તાને ગુલામીની બેડીઓને તોડી દીધી છે. કીટિંગે કહ્યું કે આપણે હંમેશા સાંભળતા હતા કે પાકિસ્તાનની સાથે અમારા સંબંધ મુશ્કેલ છે. જો કે હું કહીશ કે તેઓ દગાબાજ અને ચાલબાજ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના હક્કાની નેટવર્ક સાથે મજબૂત સંબંધ છે. આપણા કેટલાંક સૈનિકોના મોત સહિત કેટલીક વસ્તુઓ માટે તેઓ જવાબદાર છે. એટલું જ નહીં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા માટે પણ તેઓ જવાબદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન