'12 મિનિટની અંદર ઇઝરાયલે બર્બાદ કરી દઇશું, યહુદીઓનું શાસન ઉખાડી ફેંકીશું' - Sandesh
NIFTY 10,948.75 -31.70  |  SENSEX 36,325.50 +-47.94  |  USD 68.9900 +0.37
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ’12 મિનિટની અંદર ઇઝરાયલે બર્બાદ કરી દઇશું, યહુદીઓનું શાસન ઉખાડી ફેંકીશું’

’12 મિનિટની અંદર ઇઝરાયલે બર્બાદ કરી દઇશું, યહુદીઓનું શાસન ઉખાડી ફેંકીશું’

 | 10:22 pm IST

પાકિસ્તાનના એક સિનિયર આર્મી કમાન્ડરે દાવો કર્યો કે તેમનો દેશ ઇઝરાયલને 12 મિનિટની અંદર જ બર્બાદ કરી શકે છે. જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન જનરલ ઝુબેલ મહમૂદ હયાતે કહ્યું કે જો ઇઝરાયલ અમારી ધરતી પર આક્રમણની કોશિષ કરે છે તો અમે 12 મિનિટમાં જ યહુદીઓના શાસનને ઉખાડી ફેંકીશું.

AWD ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે જનરલ મહમૂદ હયાત એ કહ્યું કે તેઓ યહુદી વિરોધી નથી પરંતુ બીજા દેશોને લઇ ચિંતિત થવાની જગ્યાએ પાકિસ્તાનને હવે પોતાને બદલવાની જરૂર છે. ફિલિસ્તીનના સમર્થનમાં બોલતા તેમણે કહ્યું કે હું એ વાત પર સહમત નથી કે યહુદી અમારા (પાકિસ્તાન) દુશ્મન છે. નફરતથી માત્ર નફરત પેદા થશે પરંતુ આ માનવાધિકારો માટે સંઘર્ષ છે જેની રક્ષા કરવી સૌનો અધિકાર છે.

તેમણે કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે ઇઝરાયલનો પાકિસ્તાનની સાથે ભરોસો મજબૂત રહ્યો નથી. તેના સંદર્ભમાં તેમણે 1967માં એક યહુદી અખબારમાં પ્રકાશિત ઇઝરાયલના સંસ્થાપક બેન ગુરિયનના લેખનો ઉલ્લેખ કર્યો, જેમાં ગુરિયને લખ્યું હતું કે ‘વર્લ્ડ જિયોનિસ્ટ મુવમેન્ટ’ને પાકિસ્તાનથી પેદા થનાર ખતરાથી નજર અંદાજ કરવો જોઇએ નહીં. તે આપણા અસ્તિત્વ માટે ખતરારૂપ છે. પાકિસ્તાન યહુદીઓથી નફરત કરે છે અને અરબની વધુ નજીક છે. આ અરબનો નજીક ખુદ અરબથી પણ કયાંય વધુ ખતરનાક છે.

પાક કમાન્ડરે કહ્યું કે ઇઝરાયલ માને છે કે તમામ ફિલિસ્તીની આતંકવાદી છે અને તેઓ ઇસ્લામિક કટ્ટરપંથીઓ અને આત્મઘાતી હુમલાખોરોથી પોતાના નાગરિકોની રક્ષા કરી રહ્યો છે. વાસ્તવિકતા બિલકુલ અલગ છે.