Pakistan Is Planing To Attack On India With Two Front
  • Home
  • Featured
  • ભારત વિરુદ્ધ 2 ફ્રન્ટ વૉરની તૈયારીમાં પાકિસ્તાન-ચીન, PoKમાં 20 હજાર પાકિસ્તાની સૈનિકો તૈનાત

ભારત વિરુદ્ધ 2 ફ્રન્ટ વૉરની તૈયારીમાં પાકિસ્તાન-ચીન, PoKમાં 20 હજાર પાકિસ્તાની સૈનિકો તૈનાત

 | 9:55 am IST

લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવનો ફાયદો પાકિસ્તાન ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ભારતીય ખુફિયા એજન્સીઓનાં રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાની સેનાએ નૉર્થ-લદ્દાખમાં પોતાની તૈનાતી વધારી દીધી છે. આ સાથે જ ચીની આર્મી આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે વાત કરી રહી છે. ખુફિયા એજન્સીઓનાં રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાને પોતાના સૈનિકોનાં 2 ડિવિઝનને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં તૈનાત કર્યા છે.

પાકિસ્તાને નૉર્થ-ઈસ્ટ લદ્દાખમાં ગોઠવ્યા 20 હજાર સૈનિકો

પાકિસ્તાન તરફથી લગભગ 20 હજાર અતિરિક્ત સૈનિકોને નૉર્થ-લદ્દાખમાં તૈનાત કરવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન 2 ફ્રન્ટ વૉરની તક જોઇ રહ્યું છે. તો ચીની આર્મીએ જમ્મુ-કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે વાત કરી છે. પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈ ચીનની સાથે હાથ મિલાવીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધારવા અને ત્યાં સુધી કે બૈટ ઑપરેશનને અંજામ આપવાનો પ્લાન બનાવી રહી છે.

કાશ્મીરમાં હિંસા ફેલાવવા આતંકવાદીઓને મદદ લેશે ચીન!

સૂત્રોનું કહેવું છે કે કાશ્મીરમાં રહેલા 100 આતંકવાદીઓની મદદ લેવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળોનું આતંકવાદીઓની વિરુદ્ધ ઑપરેશન ચાલી રહ્યું છે અને હાલમાં જ 120થી વધારે આતંકવાદી માર્યા ગયા છે. આમાંથી મોટાભાગનાં લોકલ હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં કેટલાક જ વિદેશી આતંકવાદી હતા. સુરક્ષાદળોનાં ઑપરેશનથી પાકિસ્તાન ખૌફમાં છે અને તે નવા ષડયંત્રો અજમાવી રહ્યું છે.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

સૂત્રો પ્રમાણે બે ફ્રંટ વૉરની સ્થિતિમાં પાકિસ્તાને કાશ્મીરમાં રહેલા આતંકવાદીઓ સાથે સુરક્ષાદળો પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો છે. આ ઇનપુટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને જરૂરી પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ વિડીયો પણ જુઓ: નવસારી કોરોનાના વધુ 19 કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન