Pakistan is Recruiting Terrorists on CPEC Project
  • Home
  • Featured
  • ચીનના પ્રોજેક્ટમાં કામ કરી આતંકવાદીઓ પોતાના સંગઠનને બનાવી રહ્યા છે મજબૂત

ચીનના પ્રોજેક્ટમાં કામ કરી આતંકવાદીઓ પોતાના સંગઠનને બનાવી રહ્યા છે મજબૂત

 | 5:32 pm IST

ચીન દ્વારા ભલે વીટો પાવરનો ઉપયોગ કરીને આતંકવાદી મસૂદ અઝહરને બચાવી લેવામાં આવ્યો હોય, પરંતુ એક અન્ય મામલો કે જે ચીન સાથે જોડાયેલો છે તેને લઇને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ચીનના મહત્વાકાંક્ષી ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પર પાકિસ્તાન ચીનની પીઠ પાછળ લશ્કરના આતંકવાદીઓને આ પ્રોજેક્ટમાં કામ કરવા માટે ભરતી કરી રહ્યું છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ પાકિસ્તાનના લાહોરમાં મરકજ-અલ કદેસિયામાં સ્થિત લશ્કર હેડ ક્વાર્ટરમાં પાકિસ્તાની એન્જીનિયરની બેચને હવે મેનેજમેન્ટ કોર્સ કરાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ મામલે વધુ માહિતી સામે આવી છે કે લશ્કરનો આતંકી અને મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ અબ્દુલ રહમાન મક્કીને લશકરને આ મેનેજમેન્ટ કોર્સ કરાવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી તેમને લશ્કરના સેન્ટર એબોટાબાદમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમને કેટલાક મહિના માટે શારીરિક ટ્રેનિંગ આપવામાં આવે છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ કોર્સ પૂર્ણ કર્યા પછી આ એન્જીનિયરોને ચીનની મદદ માટે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પર નોકરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સીવાય આ પ્રોજેક્ટ પર નોકરી કરીને આ એન્જીનિયરોને જે પગાર મળશે તેનો અડધો ભાગ આતંકવાદી સંગઠનને દાનમાં આપવાનો રહશે. જેનાથી વિશ્વમાં આતંકવાગ ફેલાવવાનો તેમનો એજન્ડા ચાલુ રાખી શકે.

તેમને જણાવી દઇએ કે જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસ ચીન દ્વારા પાણી ફેરવી દેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદને આતંકી જાહેર કરવાની સુનાવણીમાં ચીને પોતાનો વીટો પાવરનો ઉપયોગ કરીને પ્રસ્તાવને રદબાતલ કરી દીધો હતો.

આ સીવાય જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની સુનાવણી સંયુક્ત રાષ્ટ્રમાં હાથ ધરવામાં આવી હતી, મસૂદને આતંકી જાહેર કરવાના પક્ષમાં ચીન સિવાય અમેરિકા, બ્રિટન સહિતના દેશો હતા, પરંતુ ચીને છેલ્લે પોતાનો વીટો પાવર વાપરીને મસૂદને આતંકી જાહેર થવાથી બચાવી લીધો છે. જણાવી દઇએ કે 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ દ્વારા લેવામાં આવી હતી.

એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે લશ્કર દ્વારા આ પ્રોજેક્ટ પર 300થી પણ વધારે આતંકવાદીઓને કામ પર લગાડવામાં આવ્યા છે.