Pakistan is the first country to develop a new typhoid vaccine
  • Home
  • World
  • પાકિસ્તાન ટાયફોઇડની નવી રસી વિકસાવનારો પ્રથમ દેશ બની રહ્યો

પાકિસ્તાન ટાયફોઇડની નવી રસી વિકસાવનારો પ્રથમ દેશ બની રહ્યો

 | 5:49 pm IST

પાકિસ્તાને શુક્રવારે તબીબી ક્ષેત્રે એક ઉપલબ્ધિ મેળવી હતી. પાકિસ્તાન હવે ટાયફોઇડની નવી રસી વિકસાવનારો વિશ્વનો પ્રથમ દેશ બની રહ્યો છે. તે રસીને ટાયફોઇડ કોન્જૂગેટ વેક્સિન (ટીસીવી) નામ આપવામાં આવ્યું છે. ટાયફોઇડના એક પ્રકાર – એક્સ્ટ્રીમલી ડ્રગ રેઝિસ્ટન્ટ ડ્રગમાં તે રસી પ્રભાવી છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યા મુજબ સિંધ પ્રાંતમાં આ બીમારી જીવલેણ બની રહી છે, તેવા સંજોગોમાં આ નવી રસી ખૂબ ઉપયોગી સાબિત થશે.

અધિકારીઓએ જણાવ્યું કે નવેમ્બર 2016માં દેશમાં દવા પ્રતિરોધી ટાઇફોઇડ તાવે 11 હજાર લોકોને ભરડામાં લીધા હતા. સિંધ પ્રાંતમાં તેનો સૌથી વધુ પ્રકોપ જોવા મળ્યો હતો. સલ્મોનેલા ટાયકી બેક્ટેરિયાને કારણે આમ થાય છે. તજજ્ઞોએ તેને નામ આપ્યું છે સુપરબગ. તે ટાયફોઇડથી પીડિત પ્રત્યેક 100 દર્દીએ 20 દર્દીનાં મૃત્યુ થયાં હતાં. પાકિસ્તાન સરકારે તેથી જ આ ટાયફોઇડનું સમાધાન શોધવા પ્રયાસ કર્યા હતા.

વર્ષ 2017માં પાકિસ્તાનમાં થયેલા 63 ટકા ટાયફોઇડ કેસ અને તેમાં થયેલા 70 ટકા મૃત્યુના કિસ્સામાં 15 વર્ષથી નાની વયના બાળકો જ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું. હવે સિંધના શહેરી વિસ્તારોમાં રસીકરણ ઝુંબેશ હેઠળ આ રસીનો ઉપયોગ થશે.

ભારત પણ વિકસાવી ચૂક્યું છે ટાયફોઇડ રસી

ભારતમાં પણ ટસાપબાર ટીસીવી નામથી ટાયફોઇડ રસી તૈયાર થઈ ચૂકી છે. ગયા વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને માન્યતા આપી હતી. ભારત બાયોટેક કંપનીએ તે રસી વિકસાવી હતી. ટીસીવીની પ્રતિરોધક ક્ષમતા અન્ય રસીથી વધુ છે અને તેના ઓછા ડોઝ આપવા પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન