બલુચિસ્તાન અંગે પારેવાની જેમ ફફડે છે પાકિસ્તાન, મોદીએ ઠેકાણે લાવી છે શાન - Sandesh
  • Home
  • World
  • બલુચિસ્તાન અંગે પારેવાની જેમ ફફડે છે પાકિસ્તાન, મોદીએ ઠેકાણે લાવી છે શાન

બલુચિસ્તાન અંગે પારેવાની જેમ ફફડે છે પાકિસ્તાન, મોદીએ ઠેકાણે લાવી છે શાન

 | 1:38 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બલોચ લોકો પર પાકિસ્તાન દ્વારા થતાં અત્યાચારનો મુદ્દે ઉઠાવ્યો ત્યારથી પાકિસ્તાનમાં ફડક પેશી ગઈ છે. બલોચ નેતા મહેરાન મારી આ મુજબ જણાવી રહ્યાં છે.

મારીએ જણાવ્યું હતું કે મોદીએ બલુચિસ્તાન વિશે બોલ્યાં ત્યારથી પાકિસ્તાની સેના તથા સરકાર ચોંકી ઉઠી છે. તાજેતરમાં પાકિસ્તાનની સેનાએ બલુચિસ્તાનના અનેક વિસ્તારોમાં કાર્યવાહી ઝડપી બનાવી છે.

મારીએ જણાવ્યું હતું કે બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવવા બદલ અમે ભારતના આભારી છીએ. વિશેષ કરીને 15મી ઓગસ્ટે વડાપ્રધાન મોદી તેમજ યુએનએચઆરસીમાં બે દિવસ અગાઉ ભારતે આ મુદ્દાને જે રીતે ચગાવ્યો તેનાથી અમે ભારે આશાવાદી છીએ.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ અજિતકુમારે બે દિવસ અગાઉ જ બલુચિસ્તાન તથા પોકનો મુદ્દે ભારે આક્રમકતા સાથે ઉઠાવ્યો હતો.

મારીને વધુમાં જણાવ્યું હતું કે બલુચિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા માનવાધિકાર ઉલ્લંધનના મુદ્દે ભારત ગંભીર છે તેવી પ્રતીતિ બલોચ લોકોને થઈ રહી છે. અમેરિકા પણ પાકિસ્તાનની એજન્સીઓ અને સેનાના કૃત્યોથી સારી પેઠે માહિતગાર છે. આ સાથે જ તેમણે અમેરિકાને પાકિસ્તાન પ્રત્યેની નીતિઓમાં ફેરફાર કરવા અનુરોધ કર્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન