Pakistan Launch SSBM Shaheen-1 Says Asif Ghafoor
  • Home
  • Featured
  • ભારતે અગ્નિ-2નું કર્યું સફળ પરીક્ષણ, તો પાકિસ્તાને પણ શાહીન મિસાઇલનો ટેસ્ટ કરીને કહ્યું કે…

ભારતે અગ્નિ-2નું કર્યું સફળ પરીક્ષણ, તો પાકિસ્તાને પણ શાહીન મિસાઇલનો ટેસ્ટ કરીને કહ્યું કે…

 | 10:50 pm IST

ભારત તરફથી અગ્નિ-2 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યા બાદ સોમવારનાં પાકિસ્તાને સપાટીથી સપાટી પર માર કરનારી બેલિસ્ટિક મિસાઇલ શાહીન-1નું સફળ પરીક્ષણ કર્યું છે. એક રિપોર્ટ પ્રમાણે સૈન્ય પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે સોમવારનાં મિસાઇલ પરીક્ષણનો વિડીયો શેર કર્યો. પાકિસ્તાની જનરલે કહ્યું કે, “એસએસબીએમ તમામ પ્રકારનાં પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ છે અને તેની મારક ક્ષમતા 650 કિમી છે.”

ઑગષ્ટમાં પાકિસ્તાને ગઝનવીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતુ

આ પહેલા ઑગષ્ટમાં પાકિસ્તાને એસએસબીએમ ગઝનવીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતુ. આસિફ ગફૂરનાં કહ્યા પ્રમાણે, “આ લૉન્ચનો ઉદ્દેશ આર્મી સ્ટ્રેટજિક ફોર્સેઝ કમાન્ડની સ્ટ્રેટેજિક તૈયારીની તપાસ કરવાની છે, જેનાથી પાકિસ્તાનની વિશ્વસનીય ન્યૂનમત સુરક્ષા સુનિશ્વિત થઈ શકે.” ડૉન ન્યૂઝનાં પ્રમાણે, ડાયરેક્ટર જનરલ સ્ટ્રેટજિક પ્લાંસ ડિવીઝન કમાન્ડર આર્મી સ્ટ્રેટજિક ફોર્સેજ કમાન્ડ એનઈએસસીઓએમ ચેરમેન સ્ટ્રેટજિક પ્લાંસ ડિવીઝનનાં વરિષ્ઠ અધિકારી, આર્મી સ્ટ્રેટજિક ફોર્સેજ કમાન્ડ, વૈજ્ઞાનિક તેમજ એન્જિનિયર આ લૉન્ચ દરમિયાન હાજર રહ્યા.

અગ્નિ-2 મિસાઇલ 20 મીટર લાંબી,  2000 કિલોમીટર સુધી કરી શકે છે પ્રહાર

ઉલ્લેખનીય છે કે ભારતે શનિવારનાં મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-2નું સફળ પરીક્ષણ કર્યું હતુ. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ઓરિસ્સાનાં બાલાસોરથી આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ એ માટે પણ મહત્વનું છે કારણ કે ભારતે પહેલીવાર આ મિસાઇલનું રાત્રે પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ 2000 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. અગ્નિ-2 મિસાઇલ 20 મીટર લાંબી છે અને તે 1000 કિલો સુધી વજન ઉઠાવવા માટે સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે અગ્નિ-2 મિસાઇલને પહેલેથી જ સેનામાં સામેલ કરવામાં આવી છે.

આ વિડીયો પણ જુઓ: બે બાળકો અને માતાને લઈ પોલીસ પહોંચી નિત્યાનંદ આશ્રમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન