Technology: pakistan leaves india behind in mobile internet speed
  • Home
  • Featured
  • કંગાળ પાકિસ્તાને આ મામલે ભારતને આપી ધોબી પછાળ

કંગાળ પાકિસ્તાને આ મામલે ભારતને આપી ધોબી પછાળ

 | 3:40 pm IST

ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પિડના મામલે કંગાળ પાકિસ્તાને ભારતને પાછળ પાડી દિધુ છે. એક પાકિસ્તાની મીડિયા રિપોર્ટના અહેવાલ પ્રમાણે ઇન્ટરનેટ પર અભ્યાસ કરનારી કંપની ઓકલાએ મોબાઇલ અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સ્પિડને લઇને એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં 144 દેશની મોબાઈલ ઇન્ટરનેટ ડાઉનલોડ લિસ્ટમાં ભારતને 130 માં સ્થાન પર રાખવામાં આવ્યું છે.

તેમજ પાકિસ્તાનને લિસ્ટમાં 116મું સ્થાન પ્રાપ્ત થયું છે. દક્ષિણ કોરિયા 97.44 એમબીપીએસની સરેરાશ મોબાઇલ ઇન્ટરનેટ ડાઉનલોડ સ્પિડની સાથે આ લિસ્ટમાં પ્રથમ સ્થાન પર રાખ્યું છે.

તેમજ ઓસ્ટ્રેલિયાને 63.34 એમબીપીએસ સાથે બીજા અને કતાર 61.27 એમબીપીએસ સાથે ત્રીજા ક્રમે છે. ઉલ્લ્ખનીય છે કે દુનિયાના કેટલાક દેશોમાં 5જી ઇન્ટરનેટ શરૂ થઇ રહ્યું છે. જેમાં કેટલીક ટોચની મોબાઇલ કંપનીઓ 5જી સાથેના મોબાઇલ પણ લોન્ચ કરી રહ્યા છે.

ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા કરોડોમાં છે અને તેમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. ભારતમાં મોબાઇલ ડેટાના દરો ઘણાબધા દેશો કરતાં ઘણાં ઓછા છે. તેમ છતાં ઇન્ટરનેટ સ્પિડના મામલે ભારત હજુ અનેક વિકાસશીલ અને ટેકનોલોજીમાં પાછળ એવા દેશો કરતાં પણ પાછળ છે.

આ વીડિયો પણ જુઓ: નર્મદા ડેમનાં ઓવરફ્લો પર પીકે લહેરીની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન