Pakistan LeT terrorist Babar Held Uri Sector
  • Home
  • Featured
  • ઉરીમાં ઝડપાયેલા આતંકવાદીએ પાકિસ્તાની સેના અને ISIની પોલ ખોલી

ઉરીમાં ઝડપાયેલા આતંકવાદીએ પાકિસ્તાની સેના અને ISIની પોલ ખોલી

 | 9:57 pm IST
  • Share

ભારતીય સેના તરફથી પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરીને આવેલા આતંકવાદી અલી બાબર પાત્રાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં અલીએ જણાવ્યું કે, કેવી રીતે તેને લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાની સેના દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં સોમવારે સેનાએ ઘુસણખોરો વિરુદ્ધ ચલાવેલા અભિયાન દરમિયાન 19 વર્ષના આતંકવાદીએ આત્મસમર્પણ કરી દીધુ હતું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સેના દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં બાબર ઉરી સેક્ટરમાં સેનાની એક શિબિરમાં મીડિયા સાથે વાતચીત કરી રહ્યો છે. બાબરે સ્વીકાર્યું કે, તેને ઘુસણખોરી કરવા માટે 30 હજાર રૂપિયા આપ્યા હતા. જે પૈકી 20 હજાર રૂપિયા માતાની સારવાર માટે આપ્યા હતા.

મુજફ્ફરાબાદ કેમ્પમાં તેને લશ્કરે ટ્રેનિંગ આપી હતી. બાબર પાકિસ્તાનના પંજાબનો વતની છે. તેણે સ્વીકાર્યું કે, તેને લલચાવીને કાશ્મીરમાં ઘુસણખોરી માટે મોકલવામાં આવ્યો છે. તેનું નામ અલી બાબર છે, જ્યારે ઓળખ પત્રમાં ઈમાદુલ્લાહ લખ્યું છે.

બાબર પાકિસ્તાનના પંજાબના ઓકારા જિલ્લાના દીપલપુરનો રહેવાસી છે. 2014માં પિતાના નિધન બાદ તેના ઘરની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી. જેના કારણે તેણે અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો હતો. નોકરીની શોધમાં તે સિયાલકોટ ગયો હતો, જ્યાં તેની મુલાકાત લશ્કર-એ-તૈયબા અને ISI માટે યુવાનોની ભરતી કરનારા અનસ સાથે થઈ હતી. બાબરે જણાવ્યું કે, તેને 20 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 30 હજાર રૂપિયા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

વધુમાં તેણે જણાવ્યું કે, પહેલા તેને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIને સોંપવામાં આવ્યો અને પછી પાકિસ્તાની સેનાને. તેની ટ્રેનિંગ ખૈબર દેલિહાબુલ્લાહમાં થઈ. તેને ટ્રેનિંગ આપનારા પાકિસ્તાની આર્મીના નિવૃત ઑફિસર અબુ હંજાલા હતા. તેને એકે-47 ચલાવવા અને ગ્રેનેડ ફેંકવાની તાલીમ આપવામાં આવી. તેની સાથે ટ્રેનિંગમાં અન્ય 8 લોકો પણ હતા.

18 સપ્ટેમ્બરની રાત્રે અને તાર કાપ્યો, પરંતુ બોર્ડર ક્રોસ કરતાં સમયે ભારતીય સેનાના જવાનો અમને જોઈ ગયા. મારી સાથે 4 અન્ય યુવકો ફરાર થઈ ગયા, પરંતુ ભારતીય જવાનોએ તેને ઘેરીને સરેન્ડર કરવા કહ્યું. જ્યારે અનસે ફાયર કરીને ભાગવા માટે દોટ મૂકી, પરંતુ તેને ઠાર મારવામાં આવ્યો.

છેલ્લા કેટલાક વર્ષોમાં આ એક દુર્લભ ઓપરેશન છે, જ્યારે સેનાએ LOC નજીક પાકિસ્તાની આતંકવાદીને પકડીને ઘુસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી હોય. 2016માં ઉરીમાં સેનાના એક કેમ્પ પર આતંકવાદી હુમલા માટે આતંકવાદીઓએ ઘુસણખોરી કરી હતી. જેમાં ભારતીય સેનાના 19 જવાનો શહીદ થઈ ગયા હતા. જેનો બદલો લેવા માટે ભારતે સરહદ પાર સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓનો લોન્ચિંગ પેડને નષ્ટ કરી દીધા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો