pakistan lodging fake fir against terrorists to mislead fatf
  • Home
  • Featured
  • પોતે આતંકીઓ વિરુદ્ધ કંઈક કરી રહ્યું છે એવું બતાવવા માટે નાપાક પાકે શરૂ કરી નવી રમત

પોતે આતંકીઓ વિરુદ્ધ કંઈક કરી રહ્યું છે એવું બતાવવા માટે નાપાક પાકે શરૂ કરી નવી રમત

 | 12:41 pm IST

આતંકીઓ વિરુદ્ધ પાકિસ્તાન કંઈક કરી રહ્યું છે એવું બતાવવા માટે એક નવો પેંતરો શરૂ કર્યો છે. એટલે હાલ પાકિસ્તાનને એવું કહેવામાં આવ્યું છે કે આતંકીઓનું ફડિંગ રોકો અને તેના વિરોધમાં શખ્ત પગલાં લો. હવે પાકિસ્તાને દુનિયાની આંખોમા ધુળ ચોપડવા માટે એક નવી રમત શરૂ કરી છે. ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેન્કોકમાં ખાસ બેઠક પહેલાં પાકિસ્તાને પોતાની ધરતી પર ચાલી રહેલા આતંકી સંગઠનો વિરુદ્ધમાં ફર્જી અને કમજોર પોલીસ FIR દાખલ કરી છે.

સુત્રોએ પાક્કા સબુતો સામે રાખીને જાણકારી આપી કે કઈ રીતે પાકિસ્તાન વૈશ્વિક સમુદાયને અંધારામાં રાખવાની કોશિસ કરી રહ્યું છે. 1 જૂલાઈએ આવી જ FIR ગુંજરાવાલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. એક સુત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પ્રતિબંધિત દાવત-વલ-ઈર્શાદ દ્વારા કરવામાં આવેલ એક જમીનની ડીલ વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરી છે. આ સંગઠન હાફિઝ સઈદના આતંકી સંગઠન સાથે સંકળાયેલું છે. જોવા જેવી વાત એ છે કે આ એફઆઈઆરને એ રીતે ડ્રાફ્ટ કરવામાં આવી કે જેમાં આગળ કોઈ તપાસ પણ નહીં કરવામાં આવે.

લશ્કર એ તાઈબા સરાગના હાફિજ સઈદ અને અન્ય ચાર અબ્દુલ ગફ્ફાર, હાફિજ મસુદ. આમિર હમજા અને મલિક જફર ઈકબાલના વિરુદ્ધમાં કરવામાઁ આવેલી એફઆઈઆરમાં ક્યાંય એવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે એની પાસે જમીન ક્યારે હતી. એમાં માત્ર એટલું કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધિત લશ્કર એ તાઈબાના સભ્યો પોતાની આતંકી પ્રવૃતિઓ માટે આ સંપત્તિનો ઉપગોય કરી રહ્યું છે. આ લોકોએ આતંકી ઘટનાઓ માટે ફંડ ભેગુ કરવા માટે પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો છે.

દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં જમાત ઉદ દાવા કે પછી ફલાહ-એ-ઈંસાનિયતના વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કાનુની જાણકારો કહે છે કે દરેક લોકોની ભુમિકા કે પછી ટાઈમલાઈનનો પણ કોઈ ઉલ્લેખ નથી કર્યો. એક બીજા વિશ્લેષકનું કહેલું છે કે આ FIRમાં એકદમ સામાન્ય શબ્દો વાપરવામાં આવ્યા છે એની જગ્યાએ વિશેષ એક્ટનો ઉલ્લેખ કરી શકાતો હતો. આ બધી વાતો પછી એક વાત નક્કી છે કે આ બધી ચાલ FATFની આંખમા ધુળ નાખવાનું કામ છે.

આ વીડિયો પણ જુઓ: ગીર સોમનાથના વેરાવળમાં તંત્રનો ભોગ બન્યા સ્થાનિકો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન