પાકિસ્તાન દ્વારા નવા પરમાણુ સ્થળ બનાવાયા હોવાની આશંકા - Sandesh
  • Home
  • World
  • પાકિસ્તાન દ્વારા નવા પરમાણુ સ્થળ બનાવાયા હોવાની આશંકા

પાકિસ્તાન દ્વારા નવા પરમાણુ સ્થળ બનાવાયા હોવાની આશંકા

 | 12:17 am IST

વિશ્વના સૌથી ઝડપથી વધતા પરમાણુ ભંડારવાળા દેશ પાકિસ્તાન વિશએ એવી આશંકા સેવવામાં આવી રહી છે કે તે નવું યૂરેનિયમ સંવર્ધન પરિસર બનાવું રહ્યું છે. પશ્રિમી સુરક્ષા વિશેષજ્ઞો દ્વારા વિશ્લેષણ દર્શાવતી કારોબારી ઉપગ્રહની તવીરોમાં આ વાત સામે આવી કે પાકિસ્તાને નવું પરમાણું સ્થળ બનાવ્યું છે.

વિશ્લેષણમાં કહેવામાં આવ્યું કે ઈસ્લામાબાદથી પૂર્વમાં આશરે 30 કિમી દૂર આવેલા કહુટા વિસ્તારમાં નવું પરમાણુ સ્થળ આકાર પામ્યું છે. આ એ વાતનો પુરાવો આપે છે કે કેવી રીતે પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારોને વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ લક્ષ્ય તે પરમાણુ આપૂર્તિકર્તા સમૂહ(NSG)ના સિદ્ધાંતોથી પ્રતિકૂળ છે. જેમાં પાકિસ્તા શામેલ થવા માટે પ્રયાસરત છે.

આ વિશ્લેષણ ‘આઈએચએસ જેન્સ ઈંટેલીજેન્સ’ દ્વારા લેવામાં આવેલી 28 સપ્ટેમ્બર 2015ના રોજ અને પછીથી 18મી એપ્રિલ 2016ના રોજ  ‘એયરબસ ડિેફેન્સ એન્ડ સ્પેસ’ દ્વારા લેવામાં આવેલી ઉપગ્રહીય તસવીરોની સમીક્ષા કરવામાં આવી હતી. વર્ષ 1998માં પહેલા પરમાણુ પરિક્ષણ કરનારા પાકિસ્તાન વિશે માનવામાં આવે છે કે તેની પાસે આશરે 120 પરમાણુ હથિયાર છે જે ભારત, ઈઝરાયેલ તથા ઉત્તર કોરિયા કરતાં પણ વધું છે.

કાર્નેજ એન્ડોમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસ એન્ડ ધ સ્ટીમસન સેન્ટરના વિદ્વાનો દ્વારા 2015ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન 20 આયુધ પ્રતિ વર્ષની ઝડપે પોતાના ભંડારમાં વધારો કરે છે. એક દશકામાં તે વિશ્વનો ત્રીજો સૌથી મોટો પરમાણુ હથિયાર ભંડાર ધરાવતો દેશ બની શકે છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ક્ષેત્ર આશરે 1.2 હેક્ટર જેટલું ફેલાયેલું છે અને આ પરિસરમાં દક્ષિણ પશ્રિમી ભાગમાં ખાન રિસર્ચ લેબોરેટરીનો સુરક્ષિત ભાગ હેઠળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન