FATF, IMFએ પાકિસ્તાનની કરી નાખી હવા ટાઈટ, હવે આ દેશો પાસે માંગશે ભીખ - Sandesh
  • Home
  • Featured
  • FATF, IMFએ પાકિસ્તાનની કરી નાખી હવા ટાઈટ, હવે આ દેશો પાસે માંગશે ભીખ

FATF, IMFએ પાકિસ્તાનની કરી નાખી હવા ટાઈટ, હવે આ દેશો પાસે માંગશે ભીખ

 | 8:04 pm IST

એક તરફ પાકિસ્તાન દુનિયાભરમાં સમર્થન મેળવવાનો દંભ કરી રહ્યું છે ને બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સંગઠન તેના પર ભારે દબાણ બનાવી રહ્યાં છે. સાથે જ પાકિસ્તાનના માથે FATFમાં બ્લેકલિસ્ત થવાનું જોખમ પણ ઝળુંબી રહ્યું છે. હવે FATF અને IMF દ્વારા આકરી શરતો લગાવવામાં આવતા પાકિસ્તાન અમેરિકા સામે ભીખ માંગવા જઈ રહ્યું છે. પાકિસ્તાન ટ્રમ્પ પ્રશાસનને શરતોમાં થોડીક નરમાશ વર્તવાની ભીખ માંગશે. 

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ન્યૂયોર્કમાં સંયુક્ત્ત રાષ્ટ્ર મહાસભામાં સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. FATFએ પાકિસ્તાનને હાલ ગ્રે લિસ્ટમાં રાખ્યું છે. મની લોન્ડરીંગ અટકાવવામાં નરમાશ અને આતંકવાદી સંગઠનોને ફંડિગ કરવાને લઈને પાકિસ્તાનને આ યાદીમાં શામેલ કરવામાં આવ્યું છે.

પેરિસ સ્થિત સંગઠને પાકિસ્તાનને આકરી ચેતવણી આપી છે કે, જો તે ઓક્ટોબર સુધીમાં પોતાના વાયદા પુરા નહીં કરે તો તેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી શકે છે. જેને લઈને પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. ઓક્ટોબરમાં પેરિસમાં FATFની બેઠક યોજાવવાની છે જ્યાં પાકિસ્તાનની સ્થિતિ પર કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. જેથી પાકિસ્તાનના હાલ અત્યંત ખરાબ થઈ શકે છે.

આ સ્થિતિમાં  પાકિસ્તાન પાસે હવે દુનિયાના દેશો સામે ઝોળી ફેલાવ્યા સિવાય કોઈ જ વિકલ્પ નહી. પાકિસ્તાનના એક ટોચના અધિકારીએ પણ કહ્યું હતું કે, તેમની પાસે હવે સાઉદી અરબ, ચીન અને તુર્કી પાસેથી મદદ માંગવા સિવાય કોઈ જ વિકલ્પ બાકી રહેતો નથી. પરંતુ આ દેશો સાથે કુટનૈતિક વાતચીત કરવામાં ભારતનો ડર છે. હવે પાકિસ્તાન અમેરિકા સામે મદદની આશા રાખી રહ્યું છે.

પાકિસ્તાનનું માનવું છે કે, જો આ સ્થિતિમાં અમેરિકા આઈએમએફ અને FATFમાં ઢીલાસ આપવામાં તેને મદદ કરે તો જાપાન અને સાઉદી અરબ પણ મદદ કરશે. અમેરિકા, જાપાન અને ઈયૂ પાસે આઈએમએફમં 51 ટકા વોટિંગ રાઈટ્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન