Pakistan Minister who Barked at India Caught Teturn the Car Money
  • Home
  • Featured
  • ભારતને યુદ્ધની ધમકી આપનારા PAKમંત્રી ‘ભિખારી’! ઉઘરાણીવાળીએ કોલરેથી પકડ્યા

ભારતને યુદ્ધની ધમકી આપનારા PAKમંત્રી ‘ભિખારી’! ઉઘરાણીવાળીએ કોલરેથી પકડ્યા

 | 9:02 pm IST

પાકિસ્તાનના વિવાદાસ્પદ અને શેખીબાજ રેલવે મંત્રી વધુ એકવાર ચર્ચાના ચકડોળે ચડ્યા છે. કાશ્મીર મામલે ભારત સામે પરમાણું યુદ્ધની ધમકીઓ આપનારા ઈમરાન ખાન સરકારના આ મંત્રીજી પાસે કારના પણ પૈસા ભરવાના નથી.

તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ એક વ્યક્તિ સાથે તકરાર કરી રહ્યાં છે. નૂર રહેમાન નામનો વ્યક્તિ રેલવે મંત્રી રશિદ અહમદ પાસેથી પૈસા માંગી રહ્યો છે. 

રશીદના આ વીડિયોની ભારે મજાક ઉડી રહી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ વીડિયોને લઈને ટ્વિટ કર્યું હતું કે, આ છે પાકિસ્તાનની સ્થિતિ. જોકે પાકિસ્તાનના રેલવે મંત્રી રાશિદ અહમદ… જેમને કેટલાક દિવસો પહેલા જ કરંટ લાગ્યો હતો. તેમણે પોતાની કારને ઘરે તો લાવે છે. હ્મ્મ….અને આ ચાલી નિકળ્યા હતાં 100 ગ્રામ, અઢીસો ગ્રામના પરમાણું બોમ્બ વડે હુમલા કરવા.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ કર્યા બાદ પાકિસ્તાન બરાબરનું રઘવાયુ થયું છે. એક તરફ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે જઈને ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશિદ અહમદે મુઝફ્ફરાબાદમાં કહ્યું હતું કે, ભારતે ભારે ભુલ કરી દીધી છે. આ તેની છેલ્લી ભુલ હશે. કાશ્મીરમાંથી 370 અને 355એ હટાવતા કાશ્મીર 1947ની સ્થિતિમાં જતુ રહ્યું છે.

આમ પરમાણું યુદ્ધની ધમકીઓ આપનારા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશિદ અહેમદ કારના પણ પૈસા નથી ભરી રહ્યાં. સામાન્ય કાર માટે કંપનીના માણસો શેખ રાશિદના ઘેર ઉઘરાણીએ આવી રહ્યાં છે. જેને લઈને તેમની ભારે મજાક ઉડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન