Pakistan-India water dispute: new government approach against world bank
  • Home
  • Featured
  • ઇમરાન ખાન આવતાની સાથે જ મોદી સરકાર સાથે શિંગડા ભરાવાની તૈયારીમાં

ઇમરાન ખાન આવતાની સાથે જ મોદી સરકાર સાથે શિંગડા ભરાવાની તૈયારીમાં

 | 3:19 pm IST

બદલાતી ભૂ-રાજકીય સ્થિતિની સાથે, પાકિસ્તાનની નવી સરકાર ભારતની સાથે સિંધુ નદી વિવાદને લઇ ફરીથી વર્લ્ડ બેન્કના દરવાજા પર દસ્તક દેશે. પાકિસ્તાનની સરકાર 1960ના આ કરારને લઇ મધ્યસ્થતા પંચાટ રચવાની માંગણી પણ કરશે. પાકિસ્તાનના ‘ધ ન્યુઝ’એ સૂત્રોના હવાલે આ માહિતી આપી છે.

જમ્મુ-કાશ્મીરમાં કિશનગંગા (330 મેગાવોટ) અને રાતલે (850 મેગાવોટ) હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટસની ભારતની ડિઝાઇન પર પ્રશ્ન ઉઠતા પાકિસ્તાને ગયા વર્ષે પણ વર્લ્ડ બેન્કના દરવાજા ખખડાવ્યા હતા. કિશનગંગા પ્રોજેક્ટ ઝેલમની સહાયક નદી, જ્યારે રાતલે પ્રોજેક્ટ ચેનાબ નદી સાથે જોડાયેલો છે. સંધિમાં બંને નદીઓની સાથે સિંધુ નદીને પશ્ચિમી નદીઓ તરીકે પરિભાષિત કરાયો છે. આ નદીઓના પાણીના ઉપયોગ પર પાકિસ્તાનને કોઇપણ પ્રતિબંધનો સામનો કરવો પડ્યો નથી. ભારત આ મુદ્દા પર નિરીક્ષણ માટે એક નિષ્પક્ષ એક્સપર્ટની માંગણી કરતાં રહ્યાં છે.

પાકિસ્તાનના કાર્યવાહક જળ સંસાધન મંત્રી સૈયદ અલી જફરને પણ પૂછવામાં આવ્યું કે વિશ્વ બેન્ક પાકિસ્તાનના નિવેદન પર સકારાત્મક પ્રક્રિયા આપી રહ્યાં નથી જ્યારે ભારતના સમર્થનમાં નિર્ણયો આવી રહ્યાં છે તો તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં નવી સરકાર સત્તામાં આવી રહી છે. ચીન, રૂસ, અને તુર્કી પણ એ માની રહ્યાં છે કે પાણી પાકિસ્તાન માટે મોટો મુદ્દો છે. આથી વિશ્વ બેન્કે તેના પર પંચાટ ગઠિત કરવી જોઇએ.

આપને જણાવી દઇએ કે બંને દેશોને આ સંધિ પર પ્રશ્ન ઉઠવા લાગ્યો હતો. સરહદ પારથી થનાર આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે કહ્યું હતું કે લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં. ભારતમાં સંધિની અંતર્ગત નદીઓ સાથે મળનાર પાણીની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો હતો. વર્લ્ડ બેન્કનું કહેવું છે કે અમે બંનેની વચ્ચે વિવાદના સમાધાન માટે કામ કર્યું છે.