Pakistan Nuclear proliferation in News again Turkey's: Report
  • Home
  • Featured
  • નફ્ફટ પાકિસ્તાનની પરમાણુ બોમ્બને લઇ એવી વાત લીક થઇ કે અમેરિકા સહિત દુનિયાભરમાં ખળભળાટ

નફ્ફટ પાકિસ્તાનની પરમાણુ બોમ્બને લઇ એવી વાત લીક થઇ કે અમેરિકા સહિત દુનિયાભરમાં ખળભળાટ

 | 8:12 am IST

તુર્કીની ન્યુક્લિયર વેપન બનાવાની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ પરમાણુ પ્રસાર માટે બદનામ રહેલ પાકિસ્તાન ફરી એકવખત પ્રશ્નોના ઘેરામાં છે. 15 વર્ષ પહેલાં પાકિસ્તાનના પરમાણુ તસ્કર અબ્દુલ કાદિર ખાને સ્વીકાર કર્યો હતો કે તેમણે કેટલાંક દેશોને પરમાણુ ટેકનોલોજી વેચી હતી અને તેને ગેરકાયદે નિકાસ કરી હતી. હવે દોઢ દાયકા બાદ આ મુદ્દો ફરીથી ગરમ થયો છે કારણ કે તુર્કીના રાષ્ટ્રપતિ રિજેપ તૈય્યપ અર્દોગને તાજેતરમાં જ પોતાની પાર્ટીની એક બેઠકમાં કથિત રીતે તુર્કીને ન્યુક્લિયર પાવર બનાવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

તુર્કીએ વ્યક્ત કરી ન્યુક્લિયર પાવર બનવાની ઇચ્છા

અર્દોઆને પોતાની પાર્ટીના એક નજીકના નેતાને તાજેતરમાં કહ્યું હતું કે કેટલાંક દેશોની પાસે પરમાણુ ક્ષમતાથી લેસ મિસાઇલો છે…(પરંતુ વેસ્ટનું જોર છે) આપણે પાસ એ હોઇ શકે નહીં. તેને હું મંજૂર કરી શકું નહીં.

અર્દોઆનના નિવેદન બાદ વોશિંગ્ટનમાં હલચલ તેજ થઇ ગઇ

અર્દોઆનના આ નિવેદન બાદ અમેરિકામાં હલચલ તેજ થઇ ગઇ છે. ન્યૂયોર્ક ટાઇમ્સે સોમવારના રોજ પોતાના રિપોર્ટમાં પ્રશ્ન ઉઠાવ્યો કે જો અમેરિક આ તુર્કીશ નેતાને પોતાના કુર્દ સહયોગીઓને બરબાદ કરતા રોકી શકયા નહીં તો તેઓ તેમને પરમાણુ હથિયાર બનાવવા કે ઇરાનની જેમ આમ કરવા માટે પરમાણુ ટેકનોલોજી એકત્ર કરતા કેવી રીતે રોકી શકે છે?

તુર્કીની પાકિસ્તાનની કુખ્યાત પરમાણુ તસ્કર અબ્દુલ કાદિર ખાન સાથે લિંક

રિપોર્ટમાં આગળ લખ્યું છે કે તુર્કી પહેલાં જ બોમ્બ બનાવાના પ્રોગ્રામ પર કામ કરી રહ્યું છે. યુરેનિયમનો ભંડાર એકત્ર કર્યો છે અને રિએકટરોથી જોડાયેલા રિસર્ચ કરી રહ્યા છે. તુર્કીનો પરમાણુ દુનિયાના કુખ્યાત કાળાબજારી પાકિસ્તાનના અબ્દુલ કાદિર ખાનની સાથે રહસ્યમય કરાર છે.

અબ્દુલ કાદિર ખાન તુર્કીની કંપનીઓ દ્વારા મંગાવે પરમાણુ સામગ્રી

લંડનના થિંક ટેન્ક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજીક સ્ટડીઝે કુખ્યાત પરમાણુ તસ્કર અબ્દુલ કાદિર ખાનના નેટવર્ક પર ‘ન્યૂક્લિઅર બ્લેક માર્કેટ’ નામથી સ્ટડી કર્યો હતો. સ્ટડીના મતે તુર્કીની કંપનીઓએ અબ્દુલ કાદિર ખાનને યુરોપથી પરમાણુ સામગ્રીઓને આયાત કરવામાં મદદ કરી છે.

પાકિસ્તાનના કુખ્યાત પરમાણુ તસ્કરે ઉત્તર કોરિયા, ઇરાન, લીબિયાને વેચી ટેકનોલોજી

પાકિસ્તાનના આ પરમાણુ વૈજ્ઞાનિક પર ઉત્તર કોરિયા, ઇરાન અને લીબિયાને પરમાણુ ટેકનોલોજી વેચવાનો આરોપ છે. હવે એવી ચર્ચાએ જોર પકડયુ છે કે તુર્કી તેનો ચોથો કસ્ટમર છે. ગુપ્તચર રિપોર્ટસ પણ આ તરફ ઇશારો કરી રહ્યું છે. ખાનનું ન્યુક્લિઅર નેટવર્ક મલેશિયા સુધી ફેલાયેલ છે.

ખાને ટીવી પર કબૂલી હતી પરમાણુ કાળાબજારની વાત

પાકિસ્તાન દ્વારા પરમાણુ ટેકનોલોજી વેચવાનો મામલો 2004-2005મા સામે આવ્યો. એ સમયે જ્યારે અમેરિકાના બુશ મેનેજમેન્ટ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની જરૂર હતી. એ દરમ્યાન અબ્દુલ કાદિર ખાને પરમાણુ તસ્કરીની વાતને ટીવી પર સ્વીકારી હતી. જો કે ખાને દાવો કર્યો હતો કે પરમાણુ ટેકનોલોજી વેચવાનું કામ તેમણે પોતાની મરજીથી કર્યુ હતુ, તેમાં પાકિસ્તાની સરકારની કોઇ ભૂમિકા કે તેની મંજૂરી નહોતી. પરમાણુ પ્રસાર માટે દોષિત અને ગેરજવબાદાર મુલ્કની છબીથી પીછો છોડાવા માટે પાકિસ્તાનના તત્કાલીન સૈન્ય શાસક પરવેઝ મુશર્રફે ડેમેજ કંટ્રોલની અંતર્ગત અબ્દુલ કાદિર ખાનની વિરૂદ્ધ કાર્યવાહીનો દેખાડો કર્યો. ખાનને એકરીતે ઘરમાં નજરકેદ કરી દીધા. આ બધુ એટલા માટે કર્યું કે આંતરરાષ્ટ્રીય સમુદા કયાંક પાકિસ્તાન પર સખ્ત પ્રતિબંધ ના મૂકી દે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કાદિરખાન જાહેરમાં દેખાયા હતા. કરાચી યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં તેમણે તુર્કી અને મલેશિયાને એ દેશોમાં ગણાવ્યા જેને પાકિસ્તાને પ્રોત્સાહિત કરવા જોઇએ. બીજીબાજુ તાજેતરનો ઘટનાક્રમ જોશો તો ખ્યાલ આવશે કે આતંકવાદને પ્રાયોજિત કરવા, સમર્થન આપવાની જગ્યાએ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલા પડેલા પાકિસ્તાનને તુર્કી અને મલેશિયાની સાથે મળી ઇસ્લામી ગઠબંધન બનાવાની કવાયદ કરી છે. ચીન સિવાય આ બે એવા દેશ છે જે કેટલાંક સપ્તાહથી ખુલીને પાકિસ્તાનની સાથે ઉભા છે.

આ વીડિયો પણ જુઓ – જો તમારી પાસે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ હોય તો થઇ જજો સાવધાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન