પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો આતંકવાદીઓના હાથમાં પડવાનો ભયઃહિલેરી - Sandesh
  • Home
  • World
  • પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો આતંકવાદીઓના હાથમાં પડવાનો ભયઃહિલેરી

પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો આતંકવાદીઓના હાથમાં પડવાનો ભયઃહિલેરી

 | 7:22 pm IST

અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે જો પાકિસ્તાનમાં જેહાદીઓની સરકાર બની ગઈ તો તે તેમની પહોંચ પરમાણુ શસ્ત્રો સુધી પહોંચી જશે. જેનાથી ભયજક સ્થિતિ પેદા થઈ શકે છે. અને પરમાણુ બોમ્બ આત્મઘાતી હુમલો વાસ્તવિકતા બની શકે છે.

ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારે આ વાત પોતાની ચૂંટણી માટે ધનસંગ્રહના સમયે કહી. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતની સાથે વધતાં પોતાના તણાવ અને વિરોધ વચ્ચે નાના પરમાણું શસ્ત્રોનો વિકાસ ઝડપથી કરી રહ્યો છે.

તેમણે કહ્યું કે અમને ભય છે કે ત્યાં પાકિસ્તાનમાં તખતો પલટાઈ શકે છે અને સત્તા જેહાદીઓના કબ્જામાં જઈ શકે છે. તેનાથી તેમની પહોંચ પરમાણુ અસ્ત્રો સુધીની થઈ જશે. અને પરમાણુ અસ્ત્રોને લઈને આત્મઘાતી હુમલા વાસ્તવિકતા બની જશે. આ સ્થિતિ ભયાનક હશે. હિલેરી ક્લિન્ટનની આ ટિપ્પણીને ન્યૂયોર્ક ટાઈમ્સે પ્રકાશિત કરી છે. તેમની આ ટિપ્પણી તેમના માટે ધનસંગ્રહ કરનારાઓએ પોતાના ઓડિયો ટેપમાં રેકોર્ડ કરી છે. ક્લિન્ટને પરમાણુ અસ્ત્રોની હોડને ભયજનક બતાવી અને આ સંબંધમાં તેમણે પાકિસ્તાન તથા ચીનના નામનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યું કે તે આ હોડને રોકવાનો હરસંભવ પ્રયાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન