અંતરિક્ષમાં ભારતે સદી ફટકારતા પાકિસ્તાન ગિન્નાયું, કહ્યાં 'કડવા બોલ' - Sandesh
  • Home
  • World
  • અંતરિક્ષમાં ભારતે સદી ફટકારતા પાકિસ્તાન ગિન્નાયું, કહ્યાં ‘કડવા બોલ’

અંતરિક્ષમાં ભારતે સદી ફટકારતા પાકિસ્તાન ગિન્નાયું, કહ્યાં ‘કડવા બોલ’

 | 11:33 am IST

ભારતે શુક્રવારના રોજ અંતરિક્ષ ક્ષેત્રમાં ઇતિહાસ રચી દીધો છે. સવારે 9.28 વાગ્યે ઇસરોએ શ્રીહરિકોટામાંથી 31 ઉપગ્રહોને લૉન્ચ કર્યા. તેની સાથે જ ઇસરોના ઉપગ્રહોની સદી પૂરી થઇ ગઇ છે. શુક્રવારના રોજ લૉન્ચ કરાયેલા ઉપગ્રહોમાંથી એક ઉપગ્રહ ખૂબ જ ખાસ છે, તેનાથી પાડોશી દેશ પાકિસ્તાન પણ સાવધાન છે. આ ઉપગ્રહ કાર્ટોસેટ-2 જેને ‘આઈ ઇન ધ સ્કાય’ પણ કહેવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન ગિન્નાયું
ભારતની આ ઉપલબ્ધિ પર પાકિસ્તાની વિદેશ મંત્રાલયની તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત જે ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરી રહ્યું છે તેનાથી બેવડી નીતિ અપનાવી રહ્યું છે. આ ઉપગ્રહોનો ઉપયોગ નાગરિક અને સૈન્ય ઉદ્દેશ્યમાં કરી શકે છે. આથી એ જરૂરી છે કે તેનો ઉપયોગ સૈન્ય ક્ષમતાઓ માટે કરવામાં ના આવે, જો એમ થાય તો બની શકે કે તેનો ક્ષેત્ર પર ખોટો પ્રભાવ પડશે. સેટેલાઇટની બેવડી પ્રકૃત્તિના લીધે અસ્થિરતા વધશે. તેમણે કહ્યું કે તમામ દેશોના અંતરિક્ષ પ્રૌદ્યોગિકીના શાંતિપૂર્ણ ઉપયોગ કરવાનો કાયદાકીય અધિકાર છે. જો કે આ ટેકનોલોજીની બેવડી પ્રકૃતિના લીધે એ જરૂરી છે કે તેનો ઉપયોગ સૈન્ય ક્ષમતા વિકસિત કરવા માટે ના થાય, જેના લીધે સ્થિરતા પર નકારાત્મક અસર પડે.

કેમ ગભરાઇ રહ્યા છે ચીન અને પાકિસ્તાન?

આ ઉપગ્રહ દ્વારા ધરતીની તસવીરો લઇ શકાય છે. બોર્ડર પર આતંકીઓની ગતિવિધિઓ પર નજર રાખવામાં ભારતને સરળતા રહેશે. આ એક અર્થ ઇમેજીંગ સેટેલાઇટ છે જે દુશ્મન પર નજર રાખવામાં કામ આવશે. આ ઉપગ્રહની મદદથી આપણે બોર્ડર પાર પણ પાકિસ્તાન અને ચીનની ગતિવિધિઓ પર નજર રાખી શકીએ છીએ.

તમને જણાવી દઇએ કે ઇસરોએ શુક્રવારના રોજ સવારે પીએસએલવી દ્વારા એક સાથે 31 ઉપગ્રહ લોન્ચ કર્યા. મોકલવામાં આવેલા 31 ઉપગ્રહોમાંથી ત્રણ ભારતીય છે અને બાકીના 28 ઉપગ્રહ કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અમેરિકાના મળી કુલ છ દેશના સામેલ છે.

પૃથ્વી અવલોકન માટે 710 કિલોગ્રામનો કાર્ટોસેટ-2 સીરીઝ મિશનનો પ્રાથમિક ઉપગ્રહ છે. તેની સાથે જ સહયાત્રી ઉપગ્રહ પણ છે જેમાં 100 કિલોગ્રામનો માઇક્રો અને 10 કિલોગ્રામનો નેનો ઉપગ્રહ પણ સામેલ છે. કુલ 28 આંતરરાષ્ટ્રીય સહ-યાત્રી ઉપગ્રહોમાંથી 19 અમેરિકા, પાંચ દક્ષિણ કોરિયા અને એક-એક કેનેડા, ફ્રાન્સ, બ્રિટન, અને ફિનલેન્ડના છે.

ચાર મહિના પહેલાં 31મી ઑગસ્ટ 2017ના રોજ આ પ્રકારના એક પ્રક્ષેપાસ્ત્ર પૃથ્વીના નિમ્ન કક્ષામાં દેશના આઠમા નેવિગેશન ઉપગ્રહને વિતરિત કરવામાં અસફળ રહ્યું હતું. પીએસએલવી-સી40 વર્ષ 2018નો પહેલો અતંરિક્ષ પ્રોજેકટ છે. અન્નાદુરઇ એ કહ્યું પીએસએલવી પોતાના 39મો પ્રોજેક્ટ (પીએસએલવી-સી 39) સુધી ખૂબ જ સફળ રહ્યો હતો. પીએસએલવી-સી 39 આપણા માટે એક ખૂબ જ મોટો ઝાટકો હતો કારણ કે હીટ શીલ્ડ અલગ થઇ શકયું નહોતું.