કંગાળ પાકિસ્તાનની થઈ કિરકિરી! મલેશિયામાં પ્લેન જપ્ત, ખુલ્યું ભારત સાથેનું કનેક્શન

મલેશિયામાં પાકિસ્તાનની સરકારી કંપની પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ના લીઝ પર લીધેલાં પેસેન્જર પ્લેનને પૈસા ન ચૂકવવાને કારણે જપ્ત કરી લેવામાં આવ્યું છે. હવે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જે કંપનીએ આ વિમાન લીઝ પર લીધું હતું, તેનો માલિક ભારતીય છે. કુઆલાલંપુર એરપોર્ટ પર જ્યારે વિમાનને જપ્ત કરવામાં આવ્યું ત્યારે વિમાનમાં યાત્રીઓ પણ હતા.
ભારતીય છે માલિક અને ડાયરેક્ટર
ઘટના બાદ પાકિસ્તાનના ધ નેશન સહિત અને મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે જે કંપનીએ પાકિસ્તાન ઈન્ટરનેશન એરલાઈન્સને આ બોઈંગ 777 પેસેન્જર પ્લેન લીઝ પર આપ્યું હતું, તેના માલિક અને ડાયરેક્ટર ભારતીય છે. પૈસા ન ચૂકવવાને કારણે વિમાનને જપ્ત કરી લેવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે આ કંપનીની ઓફિસ દુબઈમાં છે અને ભારતીય મૂળના લોકો આ કંપનીમાં કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, ગત એક વર્ષમાં પાકિસ્તાની એરલાઈન્સની અનેક વખત ટીકાઓનો શિકાર થઈ ચૂકી છે.
વિમાન સેવામાં બેદરકારીનો ખુલાસો
ગત વર્ષેમાં કરાચી એરપોર્ટની પાસે એક રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયા બાદ પાકિસ્તાન હવાઈ સેવામાં લાપરવાહીના અનેક મામલાઓનો પર્દાફાશ થયો હતો. એટલે સુધી કે દેશના ઉડ્ડયન મંત્રી સરવર ખાને આરોપ લગાવ્યો હતો કે, PIAના લગભગ 40 ટકા પાયલોટ ફેક હોય છે. એટલું જ નહીં ઈમરાન ખાનની પાર્ટીના પ્રવક્તાએ કહ્યું હતું કે, PIA સ્ટાફ અનેક તસ્કરીમાં પકડાઈ જાય છે.
પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલાં આ દેશને ગંભીર પરિણામો પણ ભોગવવા પડ્યા છે. આરોપ સામે આવ્યા બાદ યુરોપિયન યુનિયને PIAના વિમાનોની એન્ટ્રી પર રોક લગાવી દીધી હતી. એટલું જ નહીં ઓછામાં ઓછા 188 દેશોમાં પાકિસ્તાની પાયલોટોને બેન કરવાનો ખતરો ઉભો થઈ ગયો હતો.
આ વીડિયો પણ જુઓઃ સાબરકાંઠાના પોશીનામાં જૂથ અથડામણ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન