Pakistan Plane Crash Karachi Survivor Bank Of Punjab President
  • Home
  • Featured
  • હવામાં જ આગનો ગોળો બની ધડાકાભેર જમીન પર પટકાયુ વિમાન પણ આ વ્યક્તિ….

હવામાં જ આગનો ગોળો બની ધડાકાભેર જમીન પર પટકાયુ વિમાન પણ આ વ્યક્તિ….

 | 8:21 pm IST

પાકિસ્તાનમાં થયેલા પ્લેન ક્રેસ અકસ્માતમાં 90થી પણ વધારે લોકો માર્યા ગયા છે. પરંતુ કેટલાક એવા પણ નસીબ બળિયા છે જેમણે આ ભયાનક અકસ્માતમાં પણ મોતને મ્હાત આપી છે. તુટી પડેલા વિમાનમાં 98 જેટલા લોકો સવાર હતા, જેમાંથી કેટલાક લોકો બચી ગયા છે.

આ બચી ગયેલાઓમાંના એક છે બેંક ઓફ પંજાબના પ્રેસિડેંટ ઝફર મસૂદ. જેમણે આ દુર્ઘટનમાં મોતને પણ હાથતાળી આપી સૌકોઈને ચોંકાવી દીધા છે.

ઝફરને કેટલી ઈજા?

હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં ઝફર મસૂદની થાપાનું હાડકુ ભાંગી ગયું છે અને તેમને કોલર બોન ફ્રેક્ચર પણ થયું છે. વિમાન કરાંચી શહેરના એરપોર્ટ નજીક આવેલા રહેવાસી વિસ્તારમાં તુટી પડ્યું હતું. જેમાંથી ઝફર નીચે પડ્યા હતાં. જેમને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતાં.

ઝફર કેવી રીતે બચી ગયા?

ઝફરને લઈને કેટલાક અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. જે પ્રમાણે મોટા ભાગના પ્લેન ક્રેસ દુર્ઘટનામાં પ્લેનનો પાછળનો ભાગ લગભગ બચી જાય છે. માટે જ આ ભાગમાં જ બ્લેક બોક્ષ ફિટ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, જે લોકો વિમાનના પાછળના ભાગમાં બેઠા હશે તો બચી ગયા હોવાની શક્યતા છે. તેમાં પણ જે લોકોએ સીટ બેલ્ટ બાંધ્યા હશે તેઓ બચી ગયા હોવાની શક્યતા વધારે છે.

ઝફર મસૂદ સ્વસ્થ્ય

ઝફર મસૂદ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં જ્યાં તેમને ભાન આવી ગયું છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ વીડિયો પણ જુઓ : રાજસ્થાન સરકારે યુપીને બસોનું 36 લાખ રૂપિયાનું બિલ મોકલ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન