Pakistan Player Shahid Afridi praises Virat Kohli on Social Media
  • Home
  • Sports
  • Cricket
  • ‘કોહલી ધ ગ્રેટ’: ICCએ કર્યો સલામ, PAKના આ દિગ્ગજથી પણ ન રહેવાયું, લખ્યું- તમે મહાન છો…

‘કોહલી ધ ગ્રેટ’: ICCએ કર્યો સલામ, PAKના આ દિગ્ગજથી પણ ન રહેવાયું, લખ્યું- તમે મહાન છો…

 | 3:54 pm IST

વિરાટ કોહલી જેમ-જેમ ક્રિકેટ કરિયરમાં નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યો છે એવી જ રીતે તેના ફેન્સની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં કોહલીએ શાનદાર બેટિંગ કરી સાઉથ આફ્રિકા સામેની બીજી ટી20 મેચ ટીમને જીતાડવામાં મદદ કરી હતી. કોહલીના આ સતત સારા પ્રદર્શનને જોઈ ICCએ કોહલીના વખાણ કર્યા છે.

આપને જણાવી દઈએ કે કોહલી એકમાત્ર એવો ખેલાડી છે જેની એવરેજ ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં 50થી વધુ છે. વનડે ફોર્મેટમાં કોહલીની એવરેજ 60.31, ટેસ્ટમાં 53.14 અને ટી20 ક્રિકેટમાં 50.85 છે. વિરાટની આ સફળતા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે(ICC) એક ટ્વીટ કરી વિરાટ કોહલીને શુભેચ્છા પાઠવી છે. ત્યારે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી શાહિદ આફ્રિદીએ પણ ICCની આ ટ્વીટને રિટ્વીટ કર્યું છે.

ICCના ટ્વીટને રિટ્વીટ કરી શાહિદ આફ્રિદીએ લખ્યું કે,‘વિરાટ કોહલી તમે એક મહાન ખેલાડી છો. એવી જ રીતે સફળ થતા રહો અને દુનિયાભરના ક્રિકેટ ફેન્સનું મનોરંજન કરતા રહો.’ આપને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકા સામેની મેચ બાદ વિરાટ કોહલીના નામે વધુ એક રેકોર્ડ બન્યો. મેચમાં 72 રનની ઇનિંગ રમ્યાની સાથે જ કોહલી ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. તેને ટીમ ઇન્ડિયાના જ હિટમેન રોહિત શર્માને પછાળી આ સિદ્ધિ મેળવી છે.

આ વીડિયો પણ જુઓ: બાલાસિનોરમાં PUC સેન્ટર પર ઉઘાડી લૂંટનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન