Pakistan Playing Afghanistan Card With America On J&K Issue
  • Home
  • Featured
  • અવળચંડા પાકિસ્તાને કાશ્મીર મુદ્દે અમેરિકાને ફસાવવા રમ્યો મોટો દાવ, આપી દીધી ખુલ્લી ધમકી

અવળચંડા પાકિસ્તાને કાશ્મીર મુદ્દે અમેરિકાને ફસાવવા રમ્યો મોટો દાવ, આપી દીધી ખુલ્લી ધમકી

 | 3:55 pm IST

કાશ્મીર મુદ્દે અમેરિકાથી અપેક્ષિત સમર્થન ના મળવા પર પાકિસ્તાને પોતાનું અફઘાનિસ્તાન કાર્ડ રમવાનું શરૂ કર્યું છે. તેણે કહ્યું કે અમારા સૈનિકો અફઘાનિસ્તાન સીમા પરથી હટીને કાશ્મીરની સીમા પર તૈનાત કરવામાં આવશે. જણાવી દઇએ કે આ ધમકી એવા સમયે આવી છે જ્યારે અફઘાનિસ્તાનમાં શાંતિ માટે અમેરિકા સતત પ્રયત્ન કરી રહ્યું છે અને આ કડીમાં તેની તાલિબાન સાથે વાતચીત પણ થઈ રહી છે.

પાકિસ્તાનનો અમેરિકા પર દબાવ બનાવવાનો પ્રયત્ન

અફઘાનિસ્તાન મામલે પાકિસ્તાનની ખાસ ભૂમિકા છે, તેની તાલિબાન પર પકડ માનવામાં આવે છે. આવામાં અમેરિકાને પાકિસ્તાનનો સાથ જોઇએ. સેનાને ત્યાંથી હટાવવાનાં સંકેત આપીને પાકિસ્તાન પરોક્ષ રીતથી અમેરિકા પર દબાવ બનાવવાની ફિરાકમાં છે. આ વાત અમેરિકામાં પાકિસ્તાનનાં રાજદૂત અસદ મજીદ ખાને કહી છે. તેમણે ન્યૂયૉર્ક ટાઇમ્સનાં સંપાદકીય બૉર્ડની સાથે એક વિશેષ ઇન્ટરવ્યૂમાં આ સંભાવના વ્યક્ત કરી છે, પરંતુ સાથે જ કહ્યું કે અફઘાનિસ્તાન અને કાશ્મીર બે અલગ અલગ મુદ્દા છે અને આ બંનેને પરસ્પર જોડવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. આથી ઉલટુ પાકિસ્તાન ઇચ્છે છે કે તાલિબાનની સાથે અમેરિકાની વાર્તા સફળ થાય અને તે આ માટે પ્રયાસ કરી રહ્યું છે.

અફઘાનિસ્તાનથી જોડાયેલી પશ્ચિમી સીમાને વધારે મજબૂત કરવાની વાત કરી

જ્યારે તેમને એ વાત યાદ અપાવવામાં આવી કે જેમાં તેણે અફઘાનિસ્તાનથી જોડાયેલી પશ્ચિમી સીમાને વધારે મજબૂત કરવાની વાત કરી છે, જેથી આ વિસ્તારમાં આંતકીઓને સુરક્ષિત સ્થળ મળી રહેતા રોકવામાં આવે અને અફઘાનિસ્તાન મુદ્દાનું સમાધાન થાય. આના પર ખાને કહ્યું કે, “પશ્ચિમી સીમા પર અમે અમારી સંપૂર્ણ તાકાત લગાવી ચુક્યા છીએ. જો પૂર્વીય સીમા પર સ્થિતિ બગડે છે તો આપણે સેનાની તૈનાતી પર (પશ્ચિમી સીમાથી પૂર્વીય સીમા પર) વિચાર કરવો પડશે. અત્યારે ઇસ્લામાબાદમાં આવું કંઇ વિચારી રહ્યા નથી, સિવાય કે તેની જે પૂર્વીય સીમા પર થઈ રહ્યું છે.”

સ્થિતિ વધારે ખરાબ થશે તેવી આપી ગર્ભિત ધમકી

પાકિસ્તાની રાજદૂતે કહ્યું કે, “ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરનાં વિશેષ દરજ્જાને સમાપ્ત કરવા માટે આ સમયથી કોઈ વધારે સમય ખરાબ ના હોઈ શકે.” ખાને કહ્યું કે, “છેલ્લા કેટલાક અઠવાડિયામાં બંને દેશો વચ્ચે ઘણો ઓછો સંપર્ક થયો અને દુર્ભાગ્યથી લાગી રહ્યું છે કે સ્થિતિ વધારે ખરાબ થશે.” એવું પુછવામાં પર તેમણે એ સ્પષ્ટ ના કર્યું કે સ્થિતિ કઇ રીતે ખરાબ થશે.

નિયંત્રણ રેખા પર પાકિસ્તાને વધારી સેના

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનાં વરિષ્ઠ મંત્રી હામિદ મીરે રવિવારનાં ટ્વિટ કર્યું હતુ કે, ‘તેમને પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીરનાં લોકો પાસેથી એ જાણકારી મળી છે કે, અત્યાધુનિક હથિયારોથી સજ્જ પાકિસ્તાની સેના શનિવાર રાતથી જ ભારતથી લાગેલ નિયંત્રણ રેખાની તરફ આગળ વધી રહી છે અને સ્થાનિક લોકો જોશ સાથે આનું સ્વાગત કરી રહ્યા છે.’

આ વિડીયો પણ જુઓ: આ છે 1971ના યુદ્ધના જાંબાજ ભૈરોસિંહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન