Pakistan PM Imran Khan address to nation
  • Home
  • Featured
  • અડધી રાત્રે પાક. પીએમ ઈમરાન ખાને રાષ્ટ્રને કર્યું સંબોધન, કર્યું આ મોટું એલાન

અડધી રાત્રે પાક. પીએમ ઈમરાન ખાને રાષ્ટ્રને કર્યું સંબોધન, કર્યું આ મોટું એલાન

 | 2:13 pm IST

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને મંગળવારની અડધી રાત્રે રાષ્ટ્રના નામે સંબોધન કર્યું. સરકારનું પહેલું બજેટ રજૂ થવા પર અને ઘણા પ્રમુખ રાજનેતાઓની ધરપકડ વચ્ચે ઈમરાન ખાન રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ સંબોધન 9.15એ થવાનું હતું, પણ બાદમાં તે 10.30એ શરૂ થયું હતું. સંબોધનમાં ઈમરાને પ્રતિજ્ઞા લીધી કે, દેશને દેવામાં ડૂબાડનાર ચોરોને કોઈપણ હાલતમાં બક્ષવામાં નહીં આવે.

એક બાજુ ઈમરાન ખાનની સરકાર આર્થિક સંકટો સામે ઝઝૂમી રહી છે, તો બીજી બાજુ અનેક રાજનેતાઓની ધરપકડથી રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. મંગળારે વિપક્ષી દળના નેતા હમજા શહબાજ અને MQM સંસ્થાપક અલ્તાફ હુસૈનની ધરપકડ થઈ હતી. આ પહેલાં સોમવારે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની પણ ધરપકડ કરાઈ હતી.

આ ઘટનાક્રમની વચ્ચે ઈમરાન ખાને રાજનીતિક અને આર્થિક પરિસ્થિતિને લઈ દેશવાસીઓને વિશ્વાસમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. ઈમરાન ખાને દેશની આર્થિક હાલત માટે રાજનીતિક દળો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજને જવાબદાર ઠેરવી હતી. ઈમરાને કહ્યું કે, પાકિસ્તાન આર્થિક રીતે હવે સ્થિર છે. મારી સરકાર દેવાળિયું થવાની સ્થિતિમાં નથી. હવે હું એ લોકો પાછળ પડીશ અને દેશની સંપત્તિ લૂંટવા મામલે તેમની પાસે હિસાબ માગીશ.

ઈમરાન ખાને પોતાના સંબોધનમાં ઉચ્ચ સ્તરીય આયોગ બનાવવાનું એલાન કર્યું. ઈમરાને કહ્યું કે, આ તપાસ આયોગનો ફક્ત એક જ એજન્ડા હશે કે વિપક્ષી પાર્ટીઓએ 10 વર્ષોમાં પાકિસ્તાન પર 24000 અરબનું દેવું કેવી રીતે ચઢાવી દીધું? આમાં તમામ તપાસ સંસ્થાઓને પણ સામેલ કરવામાં આવશે. આ આયોગ સત્તામાં રહેલાં લોકોની પણ તપાસ કરી શકશે અને એક રિપોર્ટ તૈયાર કરશે. જેથી દેશને ફરીથી આવી મુશ્કેલીમાં નાખવાની હિંમત કોઈ કરી ન શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન