Pakistan PM Imran Khan Angry on Bollywood Industry
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પુંછડે આગ લાગતા ભડક્યા પાક. PM ઈમરાન ખાન, બોલિવૂડ પર લગાવ્યા ગંભીર આરોપ

પુંછડે આગ લાગતા ભડક્યા પાક. PM ઈમરાન ખાન, બોલિવૂડ પર લગાવ્યા ગંભીર આરોપ

 | 7:32 pm IST
  • Share

પાકિસ્તાનમાં લાહોર શહેરની ભાગોળે ફ્રાંસની મહિલા પર તેના બાળકોની નજર સામે જ સામુહિક દુષ્કર્મ આચરવામાં આવતા ઈમરાન ખાન સરકાર બરાબરની ભીંસમાં મુકાઈ છે. પોતાના દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી ના શકનારા વડાપ્રધાન ઈમરાન ખાન દોષનો ટોપલો બોલિવૂડ પર ઢોળી રહ્યાં છે.

ઈમરાન ખાને તેની સામે બોલિવૂડની ફિલ્મોમાં દેખાડવામાં આવતી અશ્લિલતાને જવાબદાર ગણાવી હતી. ઈમરાન ખાને કહ્યું હતું કે, પાકિસ્તાનને પણ બોલિવૂડની ખરાબ અસરથી બચાવવા માટે તે પોતાના દેશમાં ઈસ્લામિક સીરીઝ દેખાડી રહ્યું છે. ખાને ભારતની રાજધાની દિલ્હી દૂનિયાની રેપ કેપિટલ ગણાવી દીધી હતી.

પાકિસ્તાનના કરાચી શહેરની નજીક ફાંસની મહિલા પર થયેલા ગેંગરેપે લોકોને હચમચાવી મુક્યાં છે. લોકો રસ્તા ઉપર ઉતરીને પ્રદર્શન કરી રહ્યાં છે. આ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મહિલાઓ સામે વધતા અપરાધ અને તેની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા ઉપર વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દૂનિયાનો ઈતિહાસ સાક્ષી છે કે, જ્યારે સમાજમાં અશ્લિલતા વધે છે ત્યારે બે ચીજો થઈ શકે છે, એક તો સેક્સ અપરાધ વધે છે અને પારિવારિક વ્યવસ્થા તુટવા લાગે છે. આવા અપરાધો રોકવાની જવાબદારી માત્ર કાયદો લાગુ કરનારી એજન્સીઓની નથી પરંતુ સમાજની પણ છે.

ઈમરાન ખાને પાકિસ્તાનની આંતરીક બાબતમાં ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, બોલિવૂડ ફિલ્મોમાં પીરસવામાં આવતી અશ્લીલતાના કારણે નવી દિલ્હીમાં સેક્સુઅલ ક્રાઈમ વધી રહ્યો છે. બોલિવૂડમાં 40 વર્ષ પહેલા જેવી ફિલ્મો બનતી હતી તેવી હવે બનતી નથી અને તેની ખરાબ અસર ભારતીય સમાજ ઉપર પડી રહી છે. દિલ્હી દૂનિયાની રેપ કેપિટલ બની ગઈ છે.

ખાને કહ્યું હતું કે, પાકિસ્તાનમાંથી બોલિવૂડનો પ્રભાવ ઓછો કરવા માટે તેણે ટર્કિશ બ્લોકબસ્ટર સીરીઝ ઈર્તરુલનો પ્રસારણ કરાવે છે. હિન્દુસ્તાનમાં અમે તબાહી જોઈ છે. અમે તે તબાહી અમારા દેશમાં જોવા માંગતા નથી. જ્યારે અમે ઈર્તરુલને પાકિસ્તાનની સરકારે ટીવી ચેનલ ઉપર પ્રસારણ કરાવ્યું છે તો લોકોનું કહેવું છે કે, પાકિસ્તાનમાં લોકો બોલિવૂડ જોએ છે પરંતુ મારૂ માનવું છે કે, અમે પાકિસ્તાનીઓને એવી વસ્તુઓ દેખાડીએ જેમાં ઈસ્લામિક મુલ્ય પણ છે, ઈસ્લામિક ઈતિહાસ પણ હોય અને પરિવારના તમામ લોકો પરિવારની સાથે બેસીને જોઈ શકે. અમે ઈચ્છીએ છીએ કે, લોકો પોતાની સંસ્કૃતિને નજીકથી ઓળખે અને નૈતિક મુલ્યોને સમજે. જ્યારે સમાજમાં અશ્લિલતા વધે છે ત્યારે અપરાધો વધે છે. અને તે વાતને સમજવાની જરૂરત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન